સાવ ચેન્જ થઈ ગયો અજય દેવગન-કાજોલની લાડલીનો લૂક! જુઓ તસવીરો

Mon, 04 Sep 2023-8:41 am,

નીસા બોલિવૂડની લોકપ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે. તે જ્યાં પણ જાય છે, પાપારાઝી તેની એક ઝલક કેમેરામાં કેપ્ચર કરવા માટે ઉત્સુક લાગે છે, જો કે અજય દેવગનને એ વાત પસંદ નથી કે તેની પુત્રીને પાપારાઝી દ્વારા આ રીતે હેરાન કરવામાં આવે. તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકો સ્ટાર કિડ બનવાનું દબાણ સહન કરે અને તેઓ પોતાનું જીવન મુક્તપણે જીવી ન શકે.

નીસાનું પરિવર્તન અદ્ભુત છે. પહેલા તે એકદમ અલગ દેખાતી હતી પરંતુ હવે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેનો લેટેસ્ટ ફોટો જોઈને એક નજરમાં ઓળખવું મુશ્કેલ થઈ જાય છે કે તે નીસાનો ફોટો છે કે કોઈ અન્યનો.

નીસાની શ્યામ રંગ અને તીક્ષ્ણ આંખો જોઈને ચાહકો નિસાસો નાખતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે નીસાને બોલિવૂડમાં કોઈ રસ નથી. તે રસોઇયા બનવા માંગે છે. તેણે સિંગાપોરમાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણી 19 વર્ષની છે.

કાજોલે તેની પુત્રીના ટ્રાન્સફોર્મેશન વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ફિટનેસ ફ્રીક છે. તેના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે. જીમને બદલે તે યોગ કરવાનું પસંદ કરે છે અને અઠવાડિયામાં ત્રણ વખત ફેસ માસ્ક પણ લગાવે છે.

નીસા થોડા સમય પહેલા આ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી હતી. વેસ્ટર્ન ડ્રેસને બદલે તે લહેંગા ચુનરીમાં અદભૂત પોઝ આપતી જોવા મળી હતી. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. લોકોએ તેની સુંદરતાની સરખામણી તેની માતા કાજોલ સાથે કરી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link