બે મહિનમાં આટલાં સિતારાઓ કરશે લગ્ન; કોઈકે જાહેર કર્યું, તો કોઈકે આપ્યાં સંકેત

Thu, 15 Feb 2024-5:09 pm,

એકતા કપૂરની સિરિયલમાં નાગીન બનનારી અભિનેત્રી સુરભિ જ્યોતિ સુમિત સુરી સાથે માર્ચમાં લગ્ન કરશે. 6 અથવા 7 માર્ચે આ કપલના લગ્ન નક્કી કરાયા છે. જોકે, હજુ સત્તાવાર કપલે કોઈ જાહેરાત નથી કરી.

બોલીવુડના ફેમસ લવબર્ડમાંથી એક એટલે રકુલ પ્રીત સિંહ કોર અને જૈકી ભગનાની. આગામી 21 ફેબ્રુઆરીના રોજ આ કપલ સાત ફેરા ફરશે. સાઉથ ગોવાની હાઈફાઈ હોટેલમાં આ લગ્ન સમારોહ યોજાશે. બોલીવુડની હસ્તીઓ અને અંગત મિત્રો આપશે હાજરી.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ કપલ પણ આગામી બે મહિનામાં લગ્નની તૈયારીમાં છે. વેલેન્ટાઈન ડે પર સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો. જોકે, લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી.

આગામી બે માર્ચના રોજ સુરભિ ચંદના અને કરણ શર્મા લગ્નગ્રંથિથી જોડાશે. સુરભિ ચંદનાએ હાલમાં જ પોતાની રોકા સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સુરભી છેલ્લાં 13 વર્ષથી પોતાના બોયફ્રેન્ડ કરણને ડેટ કરતી હતી. હવે બન્ને લગ્ન કરી રહ્યાં છે. 

બિગ બોસ ઓટીટી-1ની વિજેતા દિવ્યા અગ્રવાલ અપૂર્વ પડગાંવકર સાથે મુંબઈમાં પોતાના ચેમ્બૂર સ્થિત ઘરે આગામી 20 ફેબ્રુઆરીના રોજ સાદગીથી લગ્ન કરશે. સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link