Stars Flop Movies: તગડી ફી લીધા પછી પણ આ સ્ટાર્સે આપી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો, પ્રોડ્યુસરની વાગી ગઈ બેન્ડ
આ યાદીમાં ખિલાડી કુમારનું નામ સૌથી પહેલા આવે છે. બેક ટુ બેક 6 ફ્લોપ ફિલ્મોએ અક્ષય કુમારની કારકિર્દી પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. ફ્લોપ ફિલ્મો પછી અક્ષયના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ, જ્યારે ફ્લોપ ફિલ્મોના કારણે મેકર્સના કરોડો રૂપિયા પણ ડૂબી ગયા.
સંજય લીલા ભણસાલીની ફિલ્મો સિવાય રણવીર સિંહની કેટલીક ફિલ્મો એવી છે જેણે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. પરંતુ કેટલાક સમયથી તેણે બોક્સ ઓફિસ પર એક પણ હિટ ફિલ્મ આપી ન હતી. ફ્લોપ ફિલ્મોની યાદીમાં 'સર્કસ', 'જયેશભાઈ જોરદાર' અને '83'નો સમાવેશ થાય છે.
અર્જુન કપૂરની ફિલ્મોનું લિસ્ટ જોશો તો તમને હિટ કરતાં ફ્લોપ વધુ જોવા મળશે. ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ થવાને કારણે મેકર્સ સાથે કરોડોની છેતરપિંડી થઈ હતી.
એક સમય હતો જ્યારે બોક્સ ઓફિસ પર સની દેઓલનું રાજ હતું. પરંતુ સમયની સાથે સની દેઓલે બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મોને બદલે બેક ટુ બેક 13 ફ્લોપ ફિલ્મો આપી છે. જેના કારણે મેકર્સને ઘણું નુકસાન થયું હતું. જોકે મેકર્સને 'ગદર 2'થી ઘણી આશાઓ છે જે ઓગસ્ટમાં રિલીઝ થઈ રહી છે.
ફ્લોપ ફિલ્મોની યાદીમાં સૈફ અલી ખાન પણ પાછળ નથી. સૈફની છેલ્લી ફિલ્મ 'વિક્રમ વેધા' 100 કરોડમાં બની હતી. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી અને મેકર્સને કરોડોનું નુકસાન થયું.