Bollywood માં રાતોરાત મળ્યો મોટો બ્રેક, એક Viral Video એ બદલી નાખ્યું આ લોકોનું ભાગ્ય
ટિકટોકના સમય દરમિયાન, મધ્યપ્રદેશમાં આવેલા નીમચની ટાઉનશીપમાં રહેતા ઉદય સિંહ (Uday singh)ના ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. ઉદય સિંહ પોતાના કાચા ઘરની સામે વીડિયો બનાવતા અને શેર કરતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો હિટ થયો કે તેને ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાને-3’માં સ્પર્ધક તરીકે બોલાવવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી છત્તીસગઢના સહદેવ કુમારનું 'બચપન કા પ્યાર' ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ગીતે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ધૂમ મચાવી છે. આ જ કારણે રેપર બાદશાહ સહદેવને મળ્યા અને તેને ગાવાની તક આપી. તે ટૂંક સમયમાં સહદેવ સાથે મળીને ગીત રેકોર્ડ કરશે અને રિલીઝ કરશે.
રાનુ મંડળ (Ranu Mandal), આ નામ કોને યાદ નહીં હોય? રાનુ મંડળ એક રેલવે સ્ટેશન પર ગાઈ રહી હતી. ત્યારે કોઈએ તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયો એટલો વાયરલ થયો કે હિમેશ રેશમિયાએ રાનુ મંડળને ગીત ગાવાની તક પણ આપી. રાનુએ ‘તેરી મેરી કહાની...’ ગીત ગાયું છે.
વર્ષ 2018માં, ડબ્બુ અંકલ (Dabbu Unlce) નામથી પ્રખ્યાત થયેલા સંજીવ શ્રીવાસ્તવનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં તેઓ ગોવિંદાના હિટ ગીત 'મૈં સે મીના સે ના સાથી સે' પર લગ્નમાં ડાન્સ કરી રહ્યા હતા. આ વીડિયો એટલો હિટ થયો કે તેને ગોવિંદા અને સલમાન ખાનને મળવાની તક મળી.
જોધપુરના વતની યુવરાજ સિંહને બાબા જેક્સન (Baba Jackson) તરીકે ઓળખવામાં આવે છે. યુવરાજ માઈકલ જેક્સનની સ્ટાઈલમાં અદભૂત રીતે ડાન્સ કરે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પછી તેની લોટરી લાગી. યુવરાજને ટાઈગર શ્રોફ અને વરુણ સાથે ડાન્સ કરવાની તક મળી. એટલું જ નહીં, ફ્લિપકાર્ટ પર શો જીતવા બદલ યુવરાજને 1 કરોડનું ઈનામ પણ મળ્યું.
8 વર્ષીય અમન રાજનું નામ પણ આ યાદીમાં શામેલ થાય છે. તેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તે કેટલાક બોલિવૂડ ગીતો પર ડાન્સ કરી રહ્યો હતો. તેનો વીડિયો જોઈને શિલ્પા શેટ્ટી, સુનીલ શેટ્ટી, મનોજ મુન્તાશીર સહિત અનેક સ્ટાર્સે તેને શોધવા અપીલ કરી હતી. પછી ‘ડાન્સ દિવાના-3’નાં નિર્માતાઓએ તેને શોધી કાઢ્યો અને તેને સિઝનમાં સ્પર્ધક તરીકે શામેલ કર્યો.