સાળંગપુર હનુમાનના આ રૂપના દર્શન કરીને ધન્ય થઈ જશો, વર્ષે એકવાર થાય છે આવો ખાસ શણગાર

Sat, 08 Jul 2023-10:53 am,

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-07-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા  તેમજ  છત્રીનો શણગાર કરવામાં આવેલ સાથોસાથ દાદાને 600 કિલો લાલ અને પીળા ખલેલાનો અન્નકૂટ ધરાવાયો છે. 

શનિવારે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00  કલાકે શણગાર આરતી નાના લાલજી મહારાજ વડતાલધામ દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link