Pics : ભાઈ બન્યો મુનિશ્રી અનંતશ્રુત વિજયજી મહારાજ, અને બહેનને મળ્યું સાધ્વીજી ચિન્મયસુધાશ્રી નામ...

Sun, 10 Feb 2019-2:50 pm,

દીક્ષા પછી બંને ભાઈ-બહેનોનો નવા નામ આપવામાં આવ્યા છે. કદમ દોશી હવે બની ગયો છે મુનિશ્રી અનંતશ્રુત વિજયજી મહારાજ અને તેની બહેન વિદિશા દોશી સાધ્વીજી ચિન્મયસુધાશ્રી મહારાજ બની છે. 

આચાર્ય અનંતયશસૂરિ અને પદ્મદર્શન વિજયજીની નિશ્રામાં મુમુક્ષુ કદમ દોશીનો દીક્ષા મહોત્સવ નિમિત્તે સંયમ સપ્તાહ ચાલી રહ્યો છે. કદમ સાથે તેની બહેન વિદિશા પણ દીક્ષા લઇ રહી છે. આ અંગે કદમ અને વિદિશાના પિતાનું કહેવું છે કે ગમે તેટલો અભ્યાસ કરો. સંસારમાં ખોટુ કરવું જ પડે છે. આમાં તો પ્રભએુ તો ફક્ત 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું કહ્યું છે. પરતું મારા બાળકોથી મોડું થયું દરેક વ્યક્તિ ઝીણવટથી જોશે તો તેને ક્યાંકને ક્યાંક સંસારનુ રહસ્ય સમજાશે. જ્યાં સુધી આ સમજાતુ નથી, ત્યાં સુધી જ સંસાર છે. પરતું જ્યારે આત્મમંથન કરવામાં આવે છે ત્યારે સંસાર અને સંયમના માર્ગને ત્રાજવે તોળતા સંયમનું પલ્લુ ભારે લાગે છે, અને તેથી જ મારા બંને બાળકોએ દીક્ષાની પરવાનગી માંગી હતી અને અમે ખુશી ખુશી મંજુરી પણ આપી હતી.

કદમ ભણવામાં ખુબ હોશિયાર હતો, જોકે તેને આધ્યાત્મના રસ્તે જવાની ઈચ્છા હતી, પરતું તે અંગે તેને ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. ધોરણ-12 થયા બાદ તેને સીએનું ભણવાનું શરુ કર્યું, સીએ થયા બાદ નોકરી શરુ કરી, જોકે પોતાની નોકરી દરમિયાન અનેક વખત એવો સમય આવ્યો કે તેને અધિકારીને કે સરકારી વિભાગમાં પોતાનું કામ કરાવવા માટે ટેબલ નીચેથી ગેરકાયદેસર રકમ એટલે કે લાંચ આપવી પડી હતી. બસ આ વાત તેના મનમાં સતત ચાલી રહી હતી, શા માટે તંત્રમાં ભ્રષ્ટાચાર આટલી હદે વધી ગયો છે કે કોઈ પણ કામ માટે લાંચ આપવી પડે. પોતાના કામ સાથે તે સતત જૈન ગુરુ મહારાજોના પરિચયમાં પણ હતો, કદમને સતત ખોટુ કરતો હોવાની અનુભૂતિ થઈ રહી હતી. જેથી તે ગુરૂ મહારાજ પાસે ગયો. ગુરુ મહારાજ સાથે વાત કરી તેને આખરે દીક્ષા લેવાનું નક્કી કર્યું, કદમનું કહેવું છે કે કોલેજ સમયે તેને સંસારના તમામ સુખોનો આનંદ લૂટ્યો, ત્યાં સુધી કે તેની તેની લાઈફમાં એક ગર્લફ્રેન્ડ પણ હતી, પરતું હવે તમામ સંસારિક સુખો છોડી કદમ દીક્ષા લેવાનો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link