Budget 2024: કેન્દ્રીય બજેટમાં કૃષિ સેક્ટર અને દેશના અન્નદાતાઓ માટે શું કરાઈ છે જાહેરાતો? ખાસ જાણો

Tue, 23 Jul 2024-12:06 pm,

કૃષિમાં ઉત્પાદકતા અને લચીલાપણા પર સરકારનું ફોકસ છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે લોકોને અમારી નીતિઓ પર ભરોસો છે. ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. દેશમાં મોંઘવારી દર નિયંત્રણમાં છે. ભારતમાં મોંઘવારી દર લગભગ 4 ટકા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા મુશ્કેલ દોરમાં છે. પરંતુ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે. હવે આ વખતના બજેટમાં દેશના અન્નદાતાઓ વિશે શું જાહેરાત કરવામાં આવી છે તે પણ ગ્રાફીક્સની મદદથી જાણી લો. 

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટમાં 9 સેક્ટરો પર  ફોક્સ કરવામાં આવ્યું છે. જેમાંનું પહેલું છે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ. કૃષિમાં ઉત્પાદકતા અને લચીલાપણા પર સરકારનું ફોકસ છે.

નાણામંત્રીએ કહ્યું કે સરકાર નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપશે. દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજનાને લાગૂ કરવા માંગશે તેમને પ્રોત્સાહન અપાશે. 

કિસાન ક્રેડિટ કાર્ડ વધુ 5 રાજ્યોમાં લાગૂ કરાશે.   

ખેડૂતોની જમીનને ફાર્મર લેન્ડ રજિસ્ટ્રી હેઠળ લાવવામાં આવશે. 

આ સાથે જ સરકાર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા  પર કામ કરશે. 400 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવશે.   

દાળ અને કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે જેથી કરીને આ મામલે આત્મનિર્ભરતા વધે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link