આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, અસ્ત બુધ ધનની વર્ષા કરશે, સુખ-સંપત્તિ વધશે, સફળતાના શિખરે બિરાજશો
બુદ્ધિ અને વેપારનો કારક ગ્રહ બુધ આજે એટલે કે સોમવારે 12 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9.49 વાગે સિંહ રાશિમાં અસ્ત થયો છે. સિંહ રાશિ સૂર્યની રાશિ છે. જે આત્માનો કારક છે. આ રાશિમાં બુધના અસ્ત થવાથી અનેક રાશિઓ પર નકારાત્મક અસર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેમના માટે ભાગ્યોદય જેવો સમય રહી શકે છે. અત્રે જણાવવાનું કે વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહોના રાજકુમાર કહેવાય છે અને બુદ્ધિ, સંચાર, કૌશલ વેપાર વગેરેના કારક ગ્રહ ગણાય છે. બુધના અસ્થ થવાથી કઈ રાશિઓ પર તેની શુભ અસર પડશે તે ખાસ જાણો.
સિંહમાં બુધનું ગોચર તમારા માટે અનુકૂળ છે. તમારી વિચારવાની ક્ષમતા અને વિવેકમાં વધારો થશે. તમારી ગતિશિલતા વધશે. તમે ભવિષ્યની યોજનાઓ પર કામ કરશો. કોટુંબિક સમસ્યા દૂર થશે. આવક વધારવા માટે કરાયેલા ઉપાયો લાભકારી નીવડશે. વેપારીઓને યોજના બનાવીને કામ કરવાથી લાભ થશે. વેપારમાં રોકાણ માટે ઉત્તમ સમય છે. તમારી નેતૃત્વ ક્ષમતાનો ઉદય થશે. જે જાતકો રાજનીતિના ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારતા હોય તેમને સફળતા મળી શકે છે.
તમારા માટે આ સમય ભાગ્યોદય કરનારો સિદ્ધ થઈ શકે છે. આર્થિક મોરચે તમારી કમાણીમાં અનેક ગણો વધારો થવાની શક્યતા છે. એક યોગ્ય પ્લાન અને કાર્યનીતિથી તમારા જીવનમાં તમે ઊંચાઈઓ સ્પર્શી શકો છો. આવક સાથે તમારામાં બચત કરવાની પ્રવૃત્તિ વિકસિત થશે. લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવશે, રહેણી કરણીનું સ્તર સુધરશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાથી મન પ્રસન્ન થશે. ઓફિસમાં અધિકારીઓનો સાથ મળશે. કોટુંબિક સમસ્યાઓ ઉકેલાશે.
ધનુ રાશિના જાતકો માટે બુધના અસ્ત થવાથી તેમના જીવનમાં વ્યાપક અને સકારાત્મક ફેરફાર આશે. નોકરીયાતોને નવી તકો મળી શકે છે. તમે વેપારમાં પણ તમારું ભાગ્ય અજમાવી શકો છો. જે લાભકારી સિદ્ધ થઈ શકે છે. વેપારમાં રોકાણ કરવા માટે આ સમય ઉત્તમ છે. તમારા ખર્ચા વધશે પરંતુ તમારી આવકમાં પણ જબરદસ્ત વધારાના યોગ છે. પિતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.