Budh Gochar 2024: નવેમ્બરમાં બુધનું ડબલ ગોચર 3 રાશિવાળા લોકોને કરાવશે ફાયદો, ધનથી ભરાઈ જશે તિજોરી
દિવાળી પછી નવેમ્બર મહિનો ગ્રહ ગુચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. આ મહિનામાં શનિ, ગુરુ, શુક્ર પોતાની ચાલ બદલશે. સાથે જ બુધ નવેમ્બર મહિનામાં ચાર વખત પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે. 1 નવેમ્બરે બુધ અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાર પછી બુધ રાશિ પરિવર્તન કરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
ત્યાર પછી 26 નવેમ્બરે બુધ વક્રી થશે અને 29 નવેમ્બરે વક્રી અવસ્થામાં જ અસ્ત થઈ જશે. નવેમ્બર મહિનામાં બુધની સ્થિતિમાં જે ફેરફાર થવાના છે તે 12 રાશિના લોકોને પ્રભાવિત કરશે. નવેમ્બર મહિનામાં બુધનું ગોચર ત્રણ રાશીના લોકોને શુભ ફળ આપશે.
મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. આ રાશિના લોકોને બુધ સૌથી વધુ ફાયદો કરાવશે. નવેમ્બર મહિનામાં મિથુન રાશિના લોકોને ધન કમાવાને નવી તકો મળશે. કરિયરમાં પ્રગતિ થશે. નવું કામ શરૂ કરી શકો છો. વાણીનો પ્રભાવ વધશે.
કન્યા રાશિના લોકો માટે બુધ નું ગોચર શુભ છે. બુધની ચાલમાં જે ફેરફાર થશે તે કન્યા રાશિના લોકો માટે શુભ છે. જીવનમાં સકારાત્મકતા આવશે. વેપારીઓ માટે શુભ સમય. સારી ડીલ થઈ શકે છે.
તુલા રાશિના લોકોને પણ બુધ કમાણી કરાવશે. જીવનમાં સુખ વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. લવ લાઈફ સફળ રહેશે. લગ્ન નક્કી થઈ શકે છે. કારકિર્દીમાં ઇચ્છિત સફળતા મળવાથી આનંદ વધશે.