Budh Gochar 2023: ઓક્ટોબરના 17 દિવસમાં આ ચાર રાશિના લોકો થેલા ફરી ફરીને ભેગા કરશે પૈસા!
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબરમાં ઘણા મોટા ગ્રહો પોતાનું સ્થાન બદલીને સ્થળાંતર કરી રહ્યાં છે. ઓક્ટોબર મહિનાના પહેલા જ દિવસે બુધ ગ્રહે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કર્યો છે. બુધ અને સૂર્યના સંયોગથી બની રહ્યો છે બુધાદિત્ય રાજયોગ.
મેષ રાશિવાળાને બુધ અને બુધાદિત્ય રાજયોગના સંક્રમણથી શુભ ફળ મળશે. આ રાશિના લોકોને આ સમયગાળામાં વેપાર, ધંધા અને કરિયરમાં ખુબ જ સફળત મળશે.
બુધ અને સૂર્યનો સંયોગ વૃષભ રાશિ માટે ખુબ સારો છે. આ સમયગાળામાં આ રાશિના જાતકો જ્યાં પણ હશે ત્યાં અથવા કોઈ નવી જગ્યાએ ઉચ્ચ હોદ્દો હાંસલ કરી શકે છે. આર્થિક લાભની સાથોસાથ તમામ મનોકામના પણ પુરી થશે.
કર્ક રાશિવાળા માટે બુધનું ગોચર ખુબ લાભદાયક રહેશે. આ સમયગાળા દરમિયાન રોકાણ કરવાથી થશે મોટો ધનલાભ. વેપારી વર્ગ માટે આ સમયગાળો સૌથી શ્રેષ્ઠ રહેશે. આ સમયે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે.
સિંહ રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થશે. જો લોકો વિદેશ જવાની રાહ જોઈને બેઠા છે એમના માટે પણ આ સમયગાળા દરમિયાન વિદેશ યાત્રાના સૌથી સારા યોગ છે. અટકેલાં નાણાં પણ પરત મળશે.