Bhadra Rajyog: બુધ ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, ભદ્ર રાજયોગથી નોકરી કરતા લોકોને પગાર વધારો મળે તેવી પ્રબળ સંભાવના
સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહ ડબલ ગોચર કરશે. પહેલા બુધ ગ્રહ સિંહ રાશિમાં હશે અને પછી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહનો કન્યા રાશિમાં પ્રવેશ ખૂબ જ ખાસ રહેવાનો છે.
બુધ ગ્રહ કન્યા રાશિનો સ્વામી છે. જ્યારે તે પોતાની રાશિમાં પ્રવેશ કરશે તો ભદ્ર રાજયોગ બનાવશે. ભદ્ર રાજયોગની અસર બધી જ રાશિને થશે પરંતુ 3 રાશિના લોકો માટે તો ચાંદી જ ચાંદી હશે.
કન્યા રાશિવાળા લોકોને ભદ્ર રાજયોગ ખૂબ જ લાભ કરાવશે. તેમની પર્સનાલિટીમાં નિખાર આવશે. કારકિર્દીમાં સફળતા મળશે. માન-સન્માન વધશે. ધનની આવક વધશે. અવિવાહિક લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
સિંહ રાશિના લોકોને પણ ભદ્ર રાજયોગ લાભ કરાવશે. ભાગ્યનો સાથ મળશે. વાણી અને બુદ્ધિના દમ પર કાર્યમાં સફળતા મળશે. આવકના નવા રસ્તા ખુલશે. અટકેલા કામ પુરા થશે.
ધન રાશિના લોકોને ભદ્ર રાજયોગ ફળશે. વેપાર કરતાં લોકો માટે લાભકારી સમય. નફામાં વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગાર વધારો મળે તેવી પ્રબળ સંભાવના.