આવતી કાલે અનંત ચૌદશ પર બનશે 2 શક્તિશાળી રાજયોગ, આ રાશિવાળાને થશે બંપર આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ખૂટશે
વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે અનંત ચૌદશનું પર્વ 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. અત્રે જણાવવાનું કે આ દિવસે સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. સિંહ રાશિમાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. જ્યારે આ જ દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે....
કર્ક રાશિવાળા માટે બુધાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારા ધન ભંડોળમાં પણ વધારો થશે. તમે પૈસા ઊભા કરવામાં સફળ રહેશો. આર્થિક રીતે આ સમય તમારા માટે લાભકારી રહેશે અને કાર્યક્ષેત્રમાં પણ તમારા પ્રદર્શનમાં સુધારો થશે. આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર જૂનિયર અને સીનિયરોનો સાથ મળશે.
બુધાદિત્ય રાજયોગ બનવાથી તુલા રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ દરમિાયન તમને સમયાંતરે ધનલાભ થઈ શકે છે. આ સાથે જ આવકના નવા સોર્સ ઊભા થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને જ્યાં તમારા પૈસા ફસાયેલા છે તે તહેવાર પહેલા પાછા મળી શકે છે. તમને કરજ ચૂકવવામાં સફળતા મળશે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. આ સમય દરમિયાન તમને શેર બજાર, સટ્ટા બજાર અને લોટરીથી લાભ થઈ શકશે.
સિંહ રાશિવાળા માટે બુધાદિત્ય રાજયોગ બનવો એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બની રહ્યો છે. આથી આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. જે સંકલ્પ લેશો તે પૂરા કરીને જ દમ લેશો. આ સમય તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે. તમે લોકપ્રિય પણ થશો. સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. વિવાહ સંબંધિત વાતચીત સફળ થશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે સમય શુભ રહેશે. આ દરમિયાન પાર્ટનરશીપના કામોમાં તમને લાભ થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.