બેંક FD કરતા પહેલાં જાણી લો આ વાત, નહીં તો ભરાઈ જશે રૂપિયા અને તમે થશો હેરાન!

Mon, 02 Oct 2023-6:19 pm,

લોકો બેંકો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા, લોકો એકસાથે રકમ બચાવી શકે છે અને તેના પર વ્યાજ મેળવી શકે છે. જો કે FD એ રોકાણનું એક માધ્યમ છે અને તેને સુરક્ષિત માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે, તેમ છતાં લોકોએ FD મેળવતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ચાલો તેના વિશે જાણીએ...

વ્યાજ દર- FDમાં એક નિશ્ચિત વ્યાજ તમને આપવામાં આવે છે. જે પહેલાંથી ફિક્સ કરવામાં આવેલું હોય છે. એફડીના વ્યાજ દરો જુદી જુદી બેંકો મુજબ અલગ અલગ હોય છે. એફડી કરાવતી વખતે તમારે વિવિધ બેંકોના ઈન્ટરસ્ટ રેટ જાણી સર્વે કરવો જોઈએ.

એકમ રકમ- FDમાં તમારે કોઈ એક રકમ કોઈક એક મુદ્દત માટે બેંકમાં ફિક્સ જમા રાખવાની હોય છે. એ રકમ પર તમને વ્યાજ અપાતુ હોય છે. જેટલી રકમ જેટલી ઊંચી હશે, તેટલું વધુ વ્યાજ તમને મળશે.

સમય અવધિ- FD કરાવતી વધતે તમારે સમય અવધિ એટલેકે, એક મુદ્દત પણ સિલેક્ટ કરવી પડે છે. ત્યારે એ મુદ્દત મુજબ તમને પાકતી મુદ્દતે પૈસા મળે છે. પૈસાની કેવી જરૂરિયાત છે એ મુજબ એફડી કરાવવી જોઈએ.

ટેક્સ- શું તમે ઈનકમ ટેક્સ બચાવવા માંગો છો? ફિક્સ ડિપોજિટ એટલેકે, FDથી બચી શકે છે ઈનકમ ટેક્સ. તેના માટે તમારે પાંચ વર્ષ સુધીની એફી લેવી પડશે. ટેક્સ સેવિંગ એફડી માટે આટલી મુદત હોવી જરૂરી છે. જે આઈટી રિટર્નમાં બતાવી શકાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link