ગુજરાતના આ ઉમેદવારે 10 રૂપિયાના સિક્કાઓથી ભરી ચૂંટણી ડિપોઝીટ
લોકશોહીના મહાપર્વમાં કોઇ પણ ઉમેદવાર પોતાને પાછળ છોડવા નથી માગતો. ખાસ કરીને મોટી-મોટી પાર્ટીઓના સમયમાં અપક્ષના ઉમેદવારો જનતાનું ધ્યાન ખેચવા માટે કંઇક નવા પ્રયોગો કરી રહ્યા છે. કારણ કે તેઓ લોકોનું અને મીડિયાનું ધ્યાન કેન્દ્રીત કરી શકે. કોઇ ક વાર આવા પ્રયોગોથી સામાન્ય જનતાને પડી રહેલી સાચી સમસ્યાઓ પણ સામે આવે છે અને તેનો નિકાલ થાય છે.
દસ રૂપિયાના કુલ બે હજાર પાંચસો રૂપિયાના સિક્કાઓને લઇને નાથાલાલ તેમના સમર્થકોની સાથે કલેક્ટર ઓફિસમાં તેમનું નામાંકન દાખલ કરીને પહોંચી નામાંકન ભરતા સમયે તેમણે ડિપોઝિટ માટેની રકમ જમા કરાવી હતી. નાથાલાલનું ખાસ કહેવું છે, કે RBIએ આ સિક્કાઓની માન્યતાઓ રદ્દ નથી કરી અને અત્યારે પણ 10 રૂપિયાના સિક્કા ભારતમાં અધિકૃત રીકે ચલણમાં છે. માટે જ વ્યાપારીઓ અને બેંકની મનમાનીનો વિરોધ કરવા અને પ્રશાસનનું આ મુદ્દા પર ખાસ ધ્યાન આપે તે માટે તેમણએ આ રાશિ ઉમેદાવારી ફોર્મ ભરતા સમયે ડિપોઝિટ તરીકે ભરી છે. મોટા નેતાઓ જનતાને પડી રહેલી નાની-નાની સમસ્યાઓને લઇને જાગૃત નથી.
અપક્ષના ઉમેદવાર નાથાલાલનું કહેવું છે, કે કોઇપણ બેંક અને માર્કેટમાં 10ના સિક્કાઓ લેવામાં આવતા નથી. અને આના વિરોધમાં જ તેમણે 10 રૂપિયાના સિક્કાઓ ડિપોઝિટ કરાવ્યા હતા. માર્કેટમાં દસ રૂપિયાના સિક્કો ન તો વ્યાપારીઓ લઇ રહ્યા અને બેંક વાળા પણ આ રૂપિયા લેતે નથી. કેટલાય લોકો પાસે દસ રૂપિયાના સિક્કાઓ મોટી માત્રામાં પડ્યા છે. પણ તેમને સ્વિકારવામાં આવતા નથી. આ સિક્કાઓ ચલાવા માટે સરકારી નિયમ હોવા છતા પણ કોઇ પણ વ્યક્તિ 10 રૂપિયાનો સિક્કો લેવા માટે તૈયાર નથી. આ વાતના વિરોધમાં જ અમરેલી લોકસભા સીટ માટે અપક્ષ ઉમેદવાર નાથાલાલ સુખડિયાએ 10-10 રૂપિયાના સિક્કાઓથી તેમણે 25 હજાર રૂપિયાની ડિપોઝિટની રકમ ભરી હતી.
દરેક બાજુ લોકસભાની ચૂંટણીના માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ પાર્ટીઓના ઉમેદવાર અને અપક્ષના ઉમેદવારો પણ કોઇના કોઇ મુદ્દાને લઇને ચૂંટણીમાં તેમના નસીબ આજમાવાનો નિર્ણય કરી રહ્યા છે. આવાજ એક અપક્ષ ઉમેદવાર અને RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પણ તેમનું ઉમેદવારી ફોર્મ અમરેલી લોકસભા બેઠક પર ભર્યું છે. તેમના ઉમેદવારી ફોર્મમાં મહત્વની વાતએ છે, કે તેમણે ઉમેદારી ભરતા સમયે ભરવામાં આવતી ડિપોઝીટની રકમમાં થેલીઓ ભરીને દસ-દસ રૂપિયાન સિક્કાઓ ભર્યા હતા.