ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, જાણો કોણ કોણ છે તેમના પરિવારમાં; બાળકો સાથેની તસવીરો વાયરલ
)
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકાના કન્હોલી ગામના રહેવાસી હતી અને આ સમયે વરૂણ સિંહ ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રુપ કેપ્ટન પદ પર તૈનાત હતા. વરૂણ સિંહ તમિલનાડુના વેલિંગટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજના ડાયરેક્ટિંગ સ્ટાફમાં પણ સામેલ હતા.
)
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહને એક પુત્ર રિદ રિમન અને એક પુત્રી આરાધ્યા છે. તેમની પત્નીનું નામ ગીતાંજલી સિંહ છે. વરૂણના તેમના બાળકો સાથે સમય વિતાવ્યાના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે.
)
તમને જણાવી દઈએ કે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના પરિવારના ઘણા લોકો ભારતીય સેનામાં તૈનાત છે. વરૂણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી રિટાયર્ડ છે. ત્યારે તેમના નાના ભાઈ તનુજ પણ ઇન્ડિયન નેવીમાં લેફ્ટિનેન્ટ કમાન્ડર છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહને આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના કાકા અખિલેશ પ્રતાપ સિંહ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવક્તા છે. વર્તમાનમાં તેમનું પરિવાર મધ્ય પ્રદેશના ભોપાલમાં રહે છે. ગ્રુપ કેપ્ટનની માતાનું નામ ઉમા છે. તેમણે ચંડી મંદિર સ્કૂલ ચંડીગઢથી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો.
વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman) ના બેચમેટ હતા. અભિનંદન વર્ધમાને જ 27 ફેબ્રુઆરી 2019 ના ભારતની સીમામાં ઘુસેલા પાકિસ્તાની વિમાનોને ભગાડ્યા હતા.