પરદેશમાં હોળીનો દેશી રંગ; અમેરિકાના આર્ટેશિયામાં ધૂળેટીની ભવ્ય ઉજવણી, PHOTOs

Thu, 28 Mar 2024-8:37 pm,

અમેરિકાના કેલિફોર્નિયાના આર્સેટિયા ખાતે ભારતીય અને નેપાળી સમુદાયના લોકો દ્વારા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ પ્રસંગે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. વિવિધ રમતો રમાઈ હતી. જેમાં વિજેતાઓને પુરસ્કારો પણ અપાયા હતા. 

રંગોના પર્વ ધૂળેટીની ભારતમાં તો ઉજવણી થઈ હતી તો સાથે અમેરિકામાં વસતા ભારતીય અને નેપાળી મૂળના લોકોએ સામુહિક રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા મધેશી એસોસિયેશન, આર્સેટિયા ચેમ્બરના સહયોગથી આર્સેટિયા પાર્ક ખાતે વાયબ્રન્ટ હોળી ઉત્સવનું આયોજન થયું હતું. 

આ ઉત્સવમાં ભારત અને નેપાળની સંસ્કૃતિની ઝાંખી જાવા મળી હતી. આ કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, આઈએસીએસએનએના પરિમલ શાહ તથા દિનેશ શાહ રહ્ના હતા. કાર્યક્રમમાં ઉર્મિલા મેનન, શગુન શ્રેષ્ઠા દ્વારા ડીજે, રિધમમાં, રાજેશ્વરી દ્વારા ગીતો રજુ થયા હતા. 

સોનિયા દવે દ્વારા ફેશન શો રજુ થયો હતો. નેનકીંગ ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટ દ્વારા ભોજન પીરસાયું હતું. જે સ્પર્ધાઓ યોજાઈ તેમાં સ્પર્ધકોને ઈનામો અપાયા હતા. જેમાં રફાલી ઈવેન્ટની ફાઈનલ વેલિસ બેîકે જીતી હતી જેમને 60 ઈંચની ટીવી ભેટમાં અપાયું હતું. ઉત્સવમાં આર્સેટિયાના મેયર, સ્થાનિક પોલીસ અધિકારીઓ, નેપાળના કાઉન્સિલ જનરલ, સ્થાનિક ઉદ્યોગકારોની પણ હાજરી રહી હતી. 

યોગી પટેલ અને દિનેશ શાહ દ્વારા તમામને રંગો તથા ભોજન પુરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના મીડિયા પાટનર તરીકે શોકોલ ચેનલ રહી હતી. યોગી પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે ભારતીયો તથા નેપાળી સમુદાયના લોકોનો આભાર વ્યક્ત કર્યા હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link