Celebrity Fitness: 47ની ઉંમરમાં પણ કેવી રીતે ફિટ રહે છે મલાઈકા અરોરા? જાણો સેક્સી ફિગરનું રહસ્ય?
વર્કઆઉટને લઈને મલાઈકા (Malaika Arora) નો ફિટનેસનો અંદાજ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી લગાવી શકાય છે. તે અવારનવાર એક્સરસાઈઝ કરતા પોતાના વીડિયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. પોતાની ફિગરને મેન્ટેઈન કરવા માટે તે દરરોજ 20 મિનિટ કાર્ડિયો એક્સરસાઈઝ કરે છે. તે સિવાય યોગ, બોક્સિંગ, એરોબિક્સ, પ્લેન્ક અને હિપ હોપ વગેરે કરે છે. જ્યારે પણ તે કંટાળે છે ત્યારે જોગિંગ કે સ્વિમિંગ માટે નીકળી જાય છે. તેની ફિટનેસમાં તેનો ડાન્સ પણ ઘણો મદદગાર છે. જ્યારે પણ તક મળે છે ત્યારે તે ભરતનાટ્યમ, જાઝ, બેલે અને રશિયન બેલે ડાન્સ પણ કરે છે. જેથી શરીરના દરેક ભાગને ફિટ રાખી શકાય. વર્કઆઉટ કરતાં સમયે તે એક કેળું અને પ્રોટીન શેક લે છે.
મલાઈકાનું માનવું છે કે જો તમે પોતાને સ્વાસ્થ્યપ્રદ રાખવા માગો છો તો પૂરતી ઉંઘ લો. આથી તે હંમેશા સાતથી આઠ કલાક સુધીની ઉંધ લે છે. જેથી તાજગીનો અહેસાસ થાય.
સ્કિનને સારી રાખવા માટે મલાઈકા (Malaika Arora) દરરોજ ઓમેગા-3થી ભરપૂર ફૂડ્સ લે છે. શરીરને ડિટોક્સીફાઈ કરવા માટે તે દિવસમાં વધારે પાણી પીએ છે અને ગ્રીન ટી લે છે. તે દિવસમાં અનેક વખત નાળિયેર પાણી પીએ છે. મીઠું ખાવાથી વજન વધે છે. એટલે મલાઈકા મીઠું ખાવાથી દૂર રહે છે. જો મન કરે તો તે ગોળ, મીઠું વગેરે લે છે. મલાઈકા ડ્રીન્ક્સ પણ બહુ ઓછું કરે છે અને સ્મોકિંગથી દૂર રહે છે.
સાંજે મલાઈકા (Malaika Arora) સ્નેક્સમાં પીનટ બટર સેન્ડવીચ, પૌઆ, ઈડલી કે ઉપમા ખાય છે. ડિનરમાં તે ઘણો હળવો ખોરાક લે છે. અને રાત્રે આઠ વાગ્યા પહેલાં જમી લે છે. જેથી ખોરાકને પચવાનો સંપૂર્ણ સમય મળે. ડિનરમાં મલાઈકા એક વાટકી સૂપ, સલાડ અને ઉકાળેલી શાકભાજી લેવાનું પસંદ કરે છે. મલાઈકા પાસ્તા ખાવાની શોખીન છે. પરંતુ તે ઘઉંના પાસ્તા ખાય છે. શરીરમાં આયર્નની કોઈ અછત ન રહે તે માટે વધારે જ્યુસ પીએ છે.
મલાઈકા (Malaika Arora) ફિટ રહેવા માટે પોતાની ડાયેટ પર ખાસ નિયંત્રણ રાખે છે. દિવસની શરૂઆત તે હૂંફાળા પાણીથી કરે છે. તે દરરોજ એક લીટર હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ નાંખીને પીએ છે. બ્રેકફાસ્ટમાં તાજા ફળ, ઈડલી,ઉપમા, પૌઆ કે પછી મલ્ટીગ્રેન ટોસ્ટ ઈંડાની સફેદીની સાથે લે છે. લંચમાં તે બે રોટલી, ગ્રીન વેજિટેબલ, બ્રાઉન રાઈસ, સ્પ્રાઉટ્સ અને ચીકન ખાય છે.