Photos: ક્યારેય જોયો નોરાથી માંડીને મલાઇકાનો મેકઅપ વિનાનો લુક, તસવીરોમાં જુઓ યૂનિક લુક
શ્રદ્ધા કપૂર જ્યારે પણ જોવા મળે છે ત્યારે તે પોતાની સિમ્પલ સ્ટાઇલથી લાઈમલાઈટ ચોરી લે છે. આજે પણ અભિનેત્રી ગુલાબી ટોપ સાથે વાદળી રંગની ડેનિમ જીન્સ પહેરેલી જોવા મળી હતી. સાથે જ બન બનાવેલ છે.
સ્ટાઈલ અને ફેશનના મામલે નોરાનો કોઈ મુકાબલો નથી. અભિનેત્રીએ જીન્સ સાથે સાદું બ્લેક ટોપ પહેર્યું છે. તે હીલ્સ પહેરેલી પણ જોવા મળી રહી છે.
બિપાશા બાસુ હાલમાં પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખી રહી છે. અભિનેત્રી જીમની બહાર જોવા મળી હતી. સિમ્પલ જિમ વેર સાથે અભિનેત્રીની સ્કીન ગ્લો કરતી જોવા મળે છે. આ સાથે તેણે ગોગલ્સ પણ પહેર્યા છે.
કરણવીર બોહરા આજે પત્ની ટીજે સિદ્ધુ સાથે જોવા મળ્યો હતો. સની લિયોનનો પતિ ડેનિયલ વેબર પણ આ કપલ સાથે જોવા મળ્યો હતો. ત્રણેય સ્ટાર્સ તેમની સિમ્પલ સ્ટાઈલમાં આકર્ષક લાગી રહ્યા છે.
જિમ બાદ મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. અભિનેત્રીએ કાળા રંગના જેગિંગ્સ સાથે સફેદ રંગનું ટી-શર્ટ પહેર્યું છે. ટી-શર્ટ પર અભિનેત્રીનું કેરીકેચર છે, જે ફેન્સને પસંદ આવી રહ્યું છે.
'ઝલક દિખલા જા' વિનર મનીષા રાનીની સ્ટાઈલિશ સ્ટાઈલ આજે જોવા મળી હતી. તે બ્લેક સ્કર્ટ અને ટોપ સાથે બૂટ પહેરેલી જોવા મળી હતી. તેના હાથમાં નાની બેગ પણ છે.
આ તમામ સ્ટાર્સની સાથે સાથે ધનશ્રી વર્મા પણ જોવા મળી. સિમ્પલ અને સ્ટાઇલિશ કોર્ડ સેટમાં તે કમાલની દેખાઇ રહી છે.