Shree Bijasan Mata Mandir: અહીં માતાજીની માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, 1000 વર્ષ જૂનું છે મંદિર
ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિરનો ઈતિહાસ 1000 વર્ષ જૂનો છે. આ મંદિરનું નિર્માણ ઈન્દોરના મહારાજા શિવાજીરાવ હોલ્કરે 1760માં કરાવ્યું હતું.
બિજાસન માતા મંદિર મધ્ય પ્રદેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતાના નૌદેવી સ્વરૂપના દર્શન થાય છે.
બિજાસન માતાને સૌભાગ્ય અને પુત્રદાયિણી માનવામાં આવે છે. તેના કારણે દેશભરમાંથી નવ પરીણિત કપલ માતાના દર્શન અને પૂજન માટે જાય છે.
અહીંના લોકોનું માનવું છે કે આલ્હા-ઉદલ બે ભાઈઓએ માંડૂના રાજાને હરાવવા માટે બિજાસન માતાની માનતા રાખી હતી.
મંદિરની પાસે એક તળાવ પણ છે, જેની ખાસિયત છે કે તે અત્યાર સુધી સૂકાયું નથી. ગમે એટલી ગરમી કેમ ન હોય આ તળાવમાં હંમેશા પાણી રહે છે.
બિજાસન માતા મંદિરની માન્યતા છે કે અહીં દરેક માંગવામાં આવેલી દરેક માનતા પૂર્ણ થાય છે. વિશેષ રૂપથી અહીં સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ માનતા રાખે છે, જે પૂરી થાય છે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન બિજાસન માતા મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે. નવરાત્રિમાં માતાના દરબારમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન માટે આવે છે.
ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિર શહેરના રેલવે સ્ટેશનથી 9.8 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવા માટે આશરે 30 મિનિટનો સમય લાગે છે.