Chanakya Niti: ભલે રૂપ રંગ ન હોય પણ આ 3 ગુણ હોય તો પણ પુરુષો પર દિલ હારી જાય છે મહિલાઓ, જીવનભર આપે છે સાથ!
જીવનમાં મહિલાઓ પોતાના જીવનસાથી વિશે કેવા સપના સજાવી રાખે છે તેનો ઉલ્લેખ આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં કરેલો છે. આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તમે તેની હરકતો અને ચાલ ઢાલથી જાણી શકો છો. દરેક છોકરીનું એક સપનું હોય છે કે તેનો જીવનસાથી માત્ર સુંદર જ નહીં પણ સારા આચરણવાળો હોય જે તેને સાચો પ્રેમ કરે.
ચાણક્ય નીતિમાં એવી વાતોનો ઉલ્લેખ કરાયો છે જેને જોઈને એક મહિલા પુરુષ તરફ આકર્ષિત થાય છે. પુરુષોની એવી આદતો કે જે મહિલાઓ ભીડમાં કે પછી એકાંતમાં ખાસ નોટિસ કરતી હોય છે. તેમની આ આદતો મહિલાઓમાં દિવાનગી પેદા કરવા માટે પૂરતી હોય છે. એક શ્રેષ્ઠ પુરુષ કે પછી સારા પાર્ટનરમાં છોકરીઓ/મહિલાઓ શું નોટિસ કરે છે તેના વિશે આચાર્ય ચાણક્યએ શું જણાવ્યું છે તે ખાસ જાણવા જેવું છે.
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પ્રામાણિક હોય તેના પર છોકરીઓ વારી જતી હોય છે. મહિલાઓને નેક દિલ પુરુષો ખુબ ગમે છે. તેમનું માનવું હોય છે કે ઈમાનદાર પુરુષો પોતાના પાર્ટનરને ક્યારેય દગો કરતા નથી. આવા પુરુષો ભીડમાં પણ નોખા તરી આવે છે અને મહિલાઓના દિલમાં ઉતરી જાય છે.
ઘણીવાર જોયું હશે કે કેટલાક પુરુષો પોતાનાથી નબળી સ્થિતિવાળા માણસો સાથે ગેરવર્તણૂંક કરતા હોય છે. જ્યારે કેટલાક પુરુષો એવા હોય છે જે હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહે છે અને પોતાની મધુર વાણીથી બીજાના મન જીતી લે છે. પુરુષોની આ શાલિનતા મહિલાઓને ખુબ આકર્ષે છે. બીજા પ્રત્યે પુરુષોનો સારો વ્યવહાર મહિલાઓને ખુબ આકર્ષિત કરે છે.
મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે મહિલાઓ ખુબ બોલતી હોય છે અને તે સામે એવી પણ ઈચ્છા રાખે કે તેમનો પાર્ટનર તેમને શાંતિથી સાંભળે. મહિલાઓ દરેકને પોતાની વાત કહેવાનું પસંદ કરતી નથી. પણ જેને તે વાત કરવા માટે પસંદ કરે છે તેને પોતાના મનની બધી જ વાતો શેર કરે છે. મહિલાઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર તેમને શાંતિથી સાંભળે. જે પુરુષો મહિલાઓની વાતો સાંભળે તેને મહિલાઓ ખુબ પસંદ કરે છે.
છોકરીઓ પોતાના મનની વાતો બધાને કહેતી ફરતી નથી. પરંતુ જેની સાથે શેર કરે તેની સાથે પછી બધુ જ શેર કરે છે. છોકરીઓ ઈચ્છે છે કે તેમનો પાર્ટનર તેમને શાંતિથી સાંભળે અને જે પુરુષો મહિલાઓની વાતો સાંભળે તેમના માટે મહિલાઓના મનમાં વિશેષ સ્થાન હોય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)