નક્સલીઓના ડરથી તીર ઉઠાવવા મજબૂર બન્યા બાળકો, ડરી ડરીને જીવી રહ્યાં છે

Mon, 12 Nov 2018-3:52 pm,

જમશેદપુરથી અંદાજે 80 કિલોમીટર દૂર ઝારખંડ અને બંગાળની સીમા પર એક ગામ વસેલું છે, જેનું નામ પોચપાની છે. જ્યાં મોટાભાગના આદિવાસી અને સબર જાતિના લોકો રહે છે. આ ગામ વિકાસના કામોથી ઘણું દૂર છે. રસ્તા ન હોવાને કારણે લોકોને જંગલમાંથી પસાર થવું પડે છે. પણ, ગામના બાળકો આ રસ્તાથી સ્કૂલ જતા ગભરાય છે. કારણ કે તેમને હંમેશા નક્સલીઓનો ડર સતાવે છે.

આવી પરિસ્થિતિમાં બાળકો સ્કૂલ જવાનું પણ બંધ કરી શક્તા નથી. નક્સલીઓના ડરથી બાળકો ગ્રૂપમાં સ્કૂલ જવા નીકળે છે અને તેમના હાથમાં તીર-ધનુષ પકડીને નીકળે છે. (પ્રતીકાત્મક તસવીર)

સ્કૂલી વિદ્યાર્થી બુધુ સબરનું કહેવું છે કે, કેટલાક દિવસોથી તેને સ્કૂલ જતા-આવતા સમયે કેટલાક લોકો જંગલમાં દેખાય છે. તેઓ ઈશારો કરીને બોલાવે છે, પણ અમારું મોટું ગ્રૂપ અને અમારા હાથમાં તીર-ધનુષ હોવાથી તેમની હિંમત થતી નથી. 

અન્ય એક વિદ્યાર્થી કાલા સબરનું કહેવું છે કે, જંગલમાં જે લોકો દેખાય છે તેઓ અમારા ગામના નથી. તેઓ અજીબ ભાષા બોલે છે. અમને ડર લાગે છે. તેમનો મુકાબલો કરવા માટે અમે તીર-ધનુષ લઈને સ્કૂલ જઈએ છીએ.

લોકોનું કહેવું છે કે, આદિવાસીઓને કારણે ગામનો વિકાસ થઈ શક્યો નથી. એકવાર નક્સલીઓએ રસ્તા નિર્માણનું કામ બંધ કરાવી દીધું, તે આજદિન સુધી બંધ છે. તેમના ડરથી બાળકોને હાથમાં તીર-ધનુષ લઈને સ્કૂલ જવું પડી રહ્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link