SEX WORKER માંથી બની સમુદ્રી ડાકુઓની રાણી, તાકાત માટે `પુત્ર` સાથે પણ બનાવ્યા સંબંધ
ચિંગ શીનો જન્મ 1775 માં શિનહુઇના ગ્વાંગડોંગમાં થયો હતો. ચિંગ શી ફક્ત 6 વર્ષની ઉંમરમાં જ સેક્સ વર્કર બની ગઇ હતી. તે સમયે પોર્ટ પર રોકાયેલા જહાજોમાં વેશ્યાવૃતિ સામાન્ય વાત હતી. ચિંગ શી સમુદ્રી ડાકુઓની વચ્ચે જ દેહ વેપાર કરતી હતી. એટલા માટે તે સમુદ્રી ડાકુઓ વછે પહેલાંથી જ ચર્ચિત રહી હતી પરંતુ કોઇને આ વાતનો અંદાજો ન હતો કે એક દિવસ તે આ લૂંટારાઓ પર રાજ કરશે.
ઝેંગ યી નામના એક સમુદ્રી ડાકૂની મુલાકાત ચિંગ શી સાથે થઇ. આ મુલાકાત દરમિયાન જ ઝેંગ યી, ચિંગ શીને દીલ આપી બેઠો અને બંનેએ 1801 માં લગ્ન કરી લીધા. લગ્ન માટે ડીલ થઇ કે ઝેંગ યી જીતેલા માલ પર અડધો હક ચિંગ શીનો હશે. આ લગ્ન બાદ જ ઝેંગ યીએ એક માછીમાર પરિવારના છોકરા ઝાંગ બાઓ સાઇને દત્તક લઇ લીધો.
1807 માં ઝેંગ યીનું નિધન થઇ ગયું. તે તે સમયે 42 વર્ષની હતી. ચિંગ શી ઇચ્છતી હતી કે દરેક સ્થિતિમાં ડાકુઓઅ પર તેનો કંટ્રોલ રહે. પરંતુ જોકે સમુદ્રી ડાકુઓની પ્રથા હતી કે કોઇ મહિલા નેતા ન બની શકે એટલા માટે દત્તક લીધેલા પુત્ર ઝાંગ બાઓના હાથમાં કમાન આવી ગઇ. પરંતુ ચિંગ શીએ ઝાંગ બાઓને પણ પોતાની જાળમાં એવો ફસાયો કે તે એ જ કરતો હતો જે ચિંગ શી કહેતી એટલે કે ઝાંગ બાઓ ફક્ત નામનો લીડર હતો અસલી તાકાત ચિંગ શીના હાથમાં રહી.
ઇતિહાસકારોનું કહેવું છે કે ચિંગ શીના દત્તક લીધેલા પુત્ર ઝાંગ બાઓની સાથે પણ અવૈધ સંબંધ હતા. ઝાંગ બાઓ બસ નામનો જ નેતા હતો. 1810 માં કિંગ સામ્રાજ્યની સામે ચિંગ શીને આત્મસમર્પણ કરવું પડ્યું. ત્યારબાદ તેણે ઝાંગ બાઓ સાથે લગ્ન કરી લીધા. ચિંગ શી અને ઝાંગ બાઓએ ઝાંગ યૂલિન નામનો એક પુત્ર અને એક પુત્રીને પણ જન્મ આપ્યો. 1822 માં 36 વર્ષની ઉંમરમાં ઝાંગ બાઓનું મોત થઇ ગયું.
BBC ના એક રિપોર્ટ અનુસાર ચિંગ શી સમુદ્રી ડાકુઓની દુનિયામાં સૌથી બર્બર આપનાર મહિલા તરીકે જાણિતી છે. જો કોઇ પ્રાઇવેટ તટીય વિસ્તારોમાં કોઇ મહિલાની સાથે દુર્વ્યવહાર કરતો હતો તો તેના કાન કાપી નાખવામાં આવતા હતા. અહીં સુધી કે તેમણે નગ્ન કરીને ફેરવવામાં આવતા હતા અને બીજા ડાકુઓની સામે માર મારવામાં આવતો હતો. ઘણા સામ્રાજ્યો સહિત સમુદ્રી ડાકુઓ માટે પણ તબાહીને લઇને આવી. ચિંગ શીનું 69 વર્ષની ઉંમરમાં ઉંઘમાં રહસ્યમયી રીતે મોત થઇ ગયું.