India માં લોંચ થતાની સાથે જ C5 Aircross એ મચાવી ધૂમ, બધી ગાડીઓને આપશે ટક્કર

Wed, 07 Apr 2021-6:34 pm,

જો તમે આ 5 સીટર પ્રીમિયમ એસયૂવી કારને ખરીદવા માંગતા હોવ, તો તમને જણાવી દઈએકે, આ ગાડીનું હાલ બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે માત્ર 50,000 જમા કરાવીને આ ગાડી બુક કરાવી શકો છો.

સિટ્રોનની C5 એયરક્રોસનો ઈન્ડિયન માર્કેટમાં Hyundai Tucson, Kia Seltos, MG Hector, Jeep Compass અને Volkswagen Tiguan AllSpace જેવી શાનદાર ગાડીઓ સાથે સીધો મુકાબલો થશે.

કંપની આ કારનું પ્રોડક્શન ભારતમાં જ કરી રહી છે. જોકે, હાલ ઈન્ડિયન માર્કેટમાં માત્ર આ કાર ડિઝલ ઈંજિનમાં જ વેચાણ કરાશે. જેનું બે લીટરનું ડીઝલ ઈંજીન 177bhp નો મેક્સિમમ પાવર અને 400Nm નો પીક ટોર્ક જેનરેટ કરે છે. આ એન્જીન 8 સ્પીડ ઓટોમૈટિક ગિયરબોક્સથી સજ્જ હશે. કંપની દાવો કરે છેકે, આ ગાડી એક લીટર ઈંધણમાં 18.6 કિલો મીટરની એવરેજ આપશે.

 

ફિચર્સની વાત કરીએ તો આ એસયૂવી કારમાં 8 ઈંચની ટચ સ્ક્રિન ઈંફોટેંમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. જે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોટ કરે છે. સાથે જ આ કારમાં ડુઅલ ટોન ડેશબોર્ડ઼ ફિનિશ પૈનારોમિક સનરૂક, 12.3 ડિઝિટલ ઈંસ્ટૂમેંટ કલસ્ટર, ગ્રિપ કંટ્રોલ સિસ્ટમ, બ્લાઈંડ સ્પોર્ટ મોનિટરિંગ અને ડુઅલ ટોન 18 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હિલ જેવા અન્ય ઘણાં શાનદાર ફિચર્સ આ કારમાં આપવામાં આવ્યાં છે.

 

ભારતીયોની પસંદગીને ધ્યાનમાં રાખીને આ કાર ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં આ કારને ત્રણ અલગ અલગ વેરિઅંટમાં બનાવવામાં આવી છે. પહેલાં વેરિઅંટનું નામ  Feel (Mono-Tone) છે, જેની કિંમત 29.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બીજુું વેરિઅંટ છે તેનું નામ Feel (Bi-Tone) રાખવામાં આવ્યું છે. તેની કિંમત 30.40 લાખ રાખવામાં આવી છે. જ્યારે ત્રીજા વેરિઅંટનું નામ છે  Shine. તેની કિંમત 31.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બધી જ એક્સ-શો રૂમ પ્રાઈઝ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link