Cristiano Ronaldo એ જાહેરમાં કર્યું કઈંક એવું...Coca-Cola કંપનીને 29,323 કરોડનો પડ્યો ફટકો

Thu, 17 Jun 2021-7:16 am,

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂરો કપ 2020ની પ્રેસ કોન્ફરનસમાં કોકા કોલાની બે બોટલો શું હટાવી કે ત્યારબાદ કંપનીની માર્કેટ વેલ્યૂ જ હજારો રૂપિયા ગગડી ગઈ. ક્રિસ્ટિયાનોના આ પગલાંથી કોકાકોલાની માર્કેટ વેલ્યૂમાં 4 બિલિયન એટલે કે 29,323 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો. ખાસ વાત એ છે કે કોકા કોલા કંપની યુરો કપ 2020ની મુખ્ય સ્પોન્સર છે.   

આ આખી ઘટના હંગેરી વિરુદ્ધ પોર્ટુગલની ટીમની યુરો 2020 મેચ પહેલાની છે. સ્ટાર સ્ટ્રાઈકરે પોતાની સામે રાખવામાં આવેલી કોકા કોલાની બે બોટલો હટાવી દીધી અને તેને બનાવનારી કંપની કોકા કોલાને 29,323 કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો. 

યૂરો કપની હાલની ચેમ્પિયન ટીમ પોર્ટુગલ છે અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તે પોર્ટુગલની ટીમનો કેપ્ટન છે. આવામાં હંગેરી વિરુદ્ધ મેત અગાઉ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ટેબલ પર કોકા કોલાની બોટલ જોતા જ રોનાલ્ડો વિફરી ગયો. 

રોનાલ્ડોએ ગુસ્સામાં કહ્યું કે કોલ્ડ ડ્રિંક નહીં, આપણી પાણી પીવાની આદત પાડવી જોઈએ. અત્રે જણાવવાનું કે 36 વર્ષના રોનાલ્ડ ફિટ રહેવા માટે કોઈ પણ પ્રકારના કોલ્ડ અને એરેટેડ ડ્રિંકથી દૂર રહે છે. તેઓ દુનિયાના સૌથી ફિટ અને સૌથી સફળ ખેલાડીઓમાંથી એક છે.   

રોનાલ્ડોની આ હરકતથી કંપનીના શેરના ભાવ ધડામ દઈને પડ્યા. સોમવારે માર્કેટ ખુલતા પહેલા કોકોકોલાના એક શેરનો ભાવ 56.10 અમેરિકી ડોલર હતો. પરંતુ ગણતરીની પળોમાં તે ગગડીને 55.22 ડોલર પર પહોંચી ગયો. જેનાથી કોકા કોલાના બજાર મૂલ્યાંકનમાં 4  બિલિયન ડોલર એટલે કે 29,323 કરોડ રૂપિયાનો ઘટાડો થઈ ગયો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link