વંદા, ઉંદરો અને ગરોળીએ કરી મૂક્યો છે ત્રાસ? કરો આ ઉપાય, કાયમ માટે ભૂલી જશે તમારું સરનામું!

Tue, 01 Oct 2024-11:36 am,

Get Rid Of Cockroach And Lizard : બજારની અંદર ઘણી બધી વસ્તુઓ મળે છે, જેનાથી ગરોળી, વંદા અને ઉંદરને દૂર રાખી શકાય, પરંતુ એ બધી વસ્તુઓ કિંમતમાં મોંઘી અને ઉપયોગ કરવા સુધી જ અસરકારક રહે છે. તો કેટલાક સ્પ્રે અને દવાઓ એવી પણ હોય છે જેને ખાવાની જગ્યા પર નથી ઉપયોગમાં લેવાતી. 

જો ઘરમાં ઉંદરો હોય તો તે રસોડામાં ગંદકી ફેલાવીને રોગોનું જોખમ વધારે છે. તેનાથી છુટકારો મેળવવા માટે બજારમાં અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. લોકો ઉંદરના ઝેરનો ઉપયોગ પણ કરે છે, જો કે, તમે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને તેના વિના ઘરમાંથી છુટકારો મેળવી શકો છો. ફુદીનાના પાન, મોરના પીંછા અને નેપ્થાલિન બોલ...આ બધાથી તમે ઘરમાંથી ભગાડી શકો છે ગરોળી, ઉંદરો અને વંદાને...

ઘરમાંથી વંદાને ભગાડવાના 6 ઉપાયઃ માનવામાં આવે છેકે વંદાના કારણે લોકોને બીમારીઓનો ખતરો રહે છે. એવામાં જો તમે ઘર અને કિચનમાં રહેલા વંદાનથી છૂટકારો મેળવવા માગો છો તો તમારે અલર્ટ રહેવાની સાથે અમારી આ વાત પણ માનવી પડશે.

1) લવિંગ અને લીમડાનો ઉપાય: લવિંગની તીવ્ર વાસથી વંદા ભાગી જાય છે. તેના માટે લગભગ 20થી 25 લવિંગને વાટી નાંખો. હવે તેમાં લીમડાના તેલના કેટલાંક ટીપા નાંખીને તેનો સ્પ્રે કરો. તેની સાથે તમે લવિંગના પાવડરને લીમડાના તેલમાં મિક્સ કરીને તેને વંદા જ્યાંથી આવતા-જતા હોય ત્યાં મૂકી શકો છો. 

2) ફૂદીનાના તેલ અને મીઠાનો ઉપાય: ફૂદીનાના તેલમાં મીઠું અને પાણી મિક્સ કરીને વંદા આવતાં હોય તે જગ્યા પર સ્પ્રે કરી દો. તેનાથી વંદા ફરી તમારા ઘરમાં નહીં આવે.

3) કેરોસીનનો ઉપયોગ: આજકાલ શહેરોમાં કેરોસીન મળતું નથી. પરંતુ તેમ છતાં જો તમને ક્યાંયથી કેરોસીન મળી જાય તો વંદાએ જ્યાં અડિંગો જમાવી દીધો હોય ત્યાં કેરોસીનનો સ્પ્રે કરો. આ સૌથી મોટો ઉપાય છે. 

4) બેકિંગ સોડાનો ઉપયોગ: વંદાને ભગાવવા માટે તમે બેકિંગ સોડામાં થોડી ખાંડ મિક્સ કરીને ત્યાં રાખી દો જ્યાંથી વંદા આવતા હોય. તમે બેકિંગ સોડા અને ખાંડને મિક્સ કરીને સ્પ્રે પણ કરી શકો છો. આવું કરવાથી બધા વંદા સરળતાથી ભાગી જશે. 

5) તજ પત્તાનો શ્રેષ્ઠ ઉપાય: તજ પત્તાને નાના-નાના ભાગમાં તોડીને ઘરના અલગ-અલગ ખૂણામાં રાખી દો. તજ પત્તાની ગંધથી પણ વંદા ભાગી જાય છે. તજ પત્તા સિવાય ફુદીનાના પત્તાને પણ ઘરમાં રાખીને વંદાથી છૂટકારો મેળવી શકો છો. તમે ઈચ્છો છો બંને પત્તાને મિક્સ પણ કરી શકો છો. 

6) તિરાડને ભરી દો: ઘરમાં રહેલી તિરાડ કીડી, મંકોડા, વંદાનું ઘર હોય છે. એવામાં તમારે ભોંયતળિયું અને કિચન સિંકમાં રહેલી તિરાડોને વ્હાઈટ સિમેન્ટની મદદથી ભરી દેવી જોઈએ. કેમ કે આ તિરાડમાં વંદા છૂપાઈને રહે છે અને ઈંડા આપે છે. તિરાડ બંધ થઈ જતાં વંદાને જગ્યા મળતી નથી. અને તે જાતે જ ઓછા થઈ જાય છે.

ઘરમાંથી ગરોળી ભગાડવાના 7 સુપર ઉપાયઃ 1) લસણનો ઉપયોગ કરો- લસણની કળીને છોલીને તેને ઘર, બાથરૂમ, બાલ્કની અને જ્યાં ગરોળી દેખાતી હોય ત્યાં રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ઘરથી ભાગી જશે. 

2) ડુંગળીનો ઉપયોગ કરો- તમે ગરોળીથી છુટકારો મેળવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીના ટુકડા કરી લો અને તેને ઘરના ખૂણા અને અન્ય જગ્યાએ રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ભાગી જશે.   

3) કાળી મરી રાખો- બ્લેક પેપર એટલે કે કાળી મરીનો ઉપયોગ ગરોળીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે કાળા મરીને પીસીને પાવડર બનાવી લો. પછી તેમાં પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં દરેક જગ્યાએ સ્પ્રે કરો. 

4) નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો- ગરોળીને ઘરની બહાર ભગાડવા માટે નેપ્થાલિન બોલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ઘરમાં અલગ-અલગ જગ્યાએ નેપ્થાલિન બોલ્સ રાખો. આનાથી પણ તમને ગરોળીથી ઝડપથી છુટકારો મળશે. 

5) ઈંડાના છિલકા રાખો- જો તમે ઈંડા ખાતા હોવ તો તમે ગરોળીને દૂર કરવા ઈંડાના છિલકાનો પણ ઉપયોગ કરી શકો છો.આ માટે ઈંડાના છીલકાને એવી જગ્યાએ રાખો જ્યાં ગરોળી હોય. આનાથી તમને ગરોળીથી છુટકારો મળશે.

6) ઘરમાં રાખો મોરનાં પીંછા- ગરોળીને ભગાડવા માટે તમે ઘરમાં મોરનાં પીંછાં લગાવી શકો છો. આ માટે તમે ઘરની દિવાલો પર ટેપ વડે મોરના પીંછા ચોંટાડો. સાથે જ જ્યાં ગરોળી વધુ દેખાતી હોય તે જગ્યાએ મોરના પીંછા રાખો.

7) ધૂપ કરો- ઘરના જે ખૂણામાં ગરોળી ભરાઈ રહેતી હોય જો ત્યાં કોઈ પણ પ્રકારનો ધૂપ કરવામાં આવે તો તેની આંખોમાં બળતરા થવાને કારણે પણ ગરોળી ત્યાંથી ભાગી જાય છે. આ એક ફાયદાકારક ઉપાય છે. 

ઘરમાંથી ઉંદર ભગાડવાના ઉપાયોઃ 1) લાલ મરચાના પાવડરનો ઉપયોગ ઉંદરોથી છુટકારો મેળવવા માટે પણ કરી શકાય છે. આ માટે લાલ મરચાંનો પાઉડર અથવા તેનું દ્રાવણ બનાવીને જે જગ્યા પર ઉંદર આવે છે ત્યાં છંટકાવ કરો.

2) ઉંદરોને ફટકડીની ગંધ ગમતી નથી. તેમને ઘરની બહાર કાઢવા માટે ફટકડીનો પાઉડર બનાવીને ખૂણામાં છાંટવો. તેનો ઉપયોગ સ્પ્રે બનાવીને પણ કરી શકાય છે.

3) ઘરમાં જ્યાં ઉંદરોનો વધુ આતંક હોય ત્યાં કપૂરના ટુકડા રાખો.કપૂર તેમને ગૂંગળામણ કરે છે. ઘરમાંથી ઉંદરોને દૂર કરવાની આ એક સરળ રીત છે.

4) ફુદીનાની ગંધ ઉંદરોને ગમતી નથી તેથી ઘરમાં વિવિધ જગ્યાએ પીપરમિન્ટ તેલનો છંટકાવ કરવાથી ઉંદરો થોડા જ સમયમાં ઘરમાંથી ગાયબ થઈ જશે.

5) ઘઉંનો લોટ અથવા ચણાના લોટમાં તમાકુ ભેળવીને ગોળીઓ બનાવો અને તે જગ્યાએ રાખો જ્યાંથી ઉંદરો ઘરમાં પ્રવેશ કરે છે. ઉંદરો આ રીતે ઘરની નજીક પણ નહીં આવે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી મીહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link