આ જિલ્લાઓમાં વધશે ઠંડી, ગુજરાતનું વાતાવરણ બગડશે! જાણો અંબાલાલ અને હવામાન વિભાગની આગાહી

Mon, 06 Jan 2025-4:48 pm,

હવામાન વિભાગે કહ્યુંકે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે. પવનોની દિશામાં ફેરફાર થવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડી વધશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં પડી રહી છે. નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે.   

આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.  

જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતનાં સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link