History of Indian Currency: ભારતના 1 રૂપિયાના સિક્કાથી લઈને 2 હજાર રૂપિયાની ચલણી નોટ સુધીની કહાની

Mon, 11 Jan 2021-4:49 pm,

ચલણી નોટો ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા છાપવામાં આવે છે.ચલણી નોટોનું છાપકામ ફક્ત સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં કરવામાં આવે છે.દેશભરમાં ચલણી નોટો છાપવા માટે માત્ર 4 પ્રિન્ટિંગ પ્રેસ છે.જેમાં નોટ છાપવાનું કામ નાસિક, દેવાસ, મૈસુર અને પશ્ચિમ બંગાળના સાલબોનીમાં થાય છે.  

ચલણી નોટોના છાપકામમાં વપરાતી શાહી સ્વિસ કંપની SICPAથી આયાત કરવામાં આવે છે.જેમાં ઇન્ટાગ્લિયો (Intaglio), ફ્લોરોસન્ટ (Fluorescent) અને ઓપ્ટિકલી વેરીએબલ શાહી (OVI)નો ઉપયોગ થાય છે.જ્યારે પણ શાહીની આયાત કરવામાં આવે ત્યારે તેની રચનામાં ફેરફાર કરવામાં આવે છે.કોઈ દેશ શાહીની નકલ ન કરી શકે તેના માટે દરવખત શાહીમાં ફેરફાર કરવામાં આવે છે.  

ઇન્ટાગ્લિયો (Intaglio) શાહી ચલણી નોટ પર દેખાતા ગાંધીના ફોટાની છાપણી માટે ઉપયોગમાં લેવાય છે.ફ્લોરોસન્ટ (Fluorescent) શાહીનો ઉપયોગ ચલણી નોટ પર છાપવામાં આવતા નંબર માટે કરવામાં આવે છે.ઓપ્ટિકલી વેરીએબલ (Optically variable) શાહીનો ખાસ હેતુથી કરવામાં આવે છે.દર વખતે શાહીમાં થોડા બદલાવ કરવામાં આવે છે જેથી ચલણી નોટોની નકલ ન થઈ શકે.  

ચલણી નોટો માટે ભારતમાં હોશંગાબાદમાં પેપર મિલ છે.જેમાં ચલણી નોટો અને સ્ટેમ્પ્સ માટે કાગળ બનાવવામાં આવે છે. જો કે ભારતની ચલણી નોટો માટે મોટાભાગના કાગળ જર્મની, જાપાન અને યુકેથી મંગાવવામાં આવે છે.  

ચલણી નોટ છાપવાની શરૂઆત 1862માં થઈ હતી.ત્યારે બ્રિટિશ સરકારે વર્ષ 1862માં પહેલી નોટ છાપી હતી.જે યુકેની એક કંપની દ્વારા છાપવામાં આવી હતી.  

CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર,  ROLLCE ROYCE, BANTLEY અને BUGAATIમાં ફરે છે સ્ટાર

યુદ્ધના કારણે એક સમય એવો આવ્યો કે સરકાર ચાંદીના સિક્કાને ઘાટ આપવા સક્ષમ નહોંતી.જેથી વર્ષ 1917માં પ્રથમ વખત ચાંદીના સિક્કાના સ્થાન 1 રૂપિયાની નોટે લીધું.30 નવેમ્બર 1917ના રોજ લોકોએ પ્રથમ વખત નોટ જોઈ હતી.જેના પર બ્રિટનના રાજા જ્યોર્જ પાંચનું ચિત્ર છાપવામાં આવ્યું હતું.જો કે આ નોટ છાપવાનું 1926માં બંધ કરી દેવાયું હતું.કેમ છાપકામ પાછળ ખર્ચ વધારે આવતો હતો.1940માં ફરી નોટો છાપવાનું કામ શરૂ કરાયું હતું.જે 1994 સુધી ચાલ્યું હતું.  

કોઈ પણ દેશમાં કેટલી નોટો છાપવી તે દેશની સરકાર નક્કી કરતી હોય છે.સેંટ્રલ બેંક ,GDP, નાણાકિય ખાદ્ય, અને વિકાસદરને ધ્યાનમાં રાખી નોટો છાપવાનો નિર્ણય કરવામાં આવે છે.ભારતમાં નોટો છાપવા અંગે રિઝર્વ બેંક નિર્ણય કરે છે.કે ક્યારે કેટલી નોટો છાપવી.  

WEEKEND પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપ્શન નહીં મળે

રિઝર્વ બેંક 1 રૂપિયાની નોટ સિવાય તમામ નોટને પ્રિંટ કર છે.રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ 200 રૂપિયાની નોટ છાપવા માટે 2.93 રૂપિયાનો ખર્ચ થાય છે.જ્યારે 500 રૂપિયાની નોટ છાપવામાં 2.94 રૂપિાયનો ખર્ચ થાય છે.તો 2 હજારની નોટ છાપવા માટે 3.54 રૂપિયાનો ખર્ચ થાય છે.

Top Picnic Spot of Gujarat: પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો ગુજરાતના આ 15 સ્થળો છે બેસ્ટ ઓપ્શન

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link