Condom વિના સંબંધ બાંધવાની ગુજરાતી યુવાનોમાં લાગી હોડ! છોકરીઓ માટે મોટો ખતરો
WHO New Report: ગુજરાતમાં થોડા દિવસો બાદ નવરાત્રિ આવી રહી છે. દર નવરાત્રિ બાદ કેટલાક એવા કેસો સામે આવે છે જે ચોંકાવનારા હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હાલમાં એક ચિંતાજનક રિપોર્ટ જાહેર કર્યો છે. ભારતમાં કોન્ડોમ (condom)વગર શારિરીક સંબંધો બાંધવાનો ટ્રેન્ડ વધ્યો છે. અહીં કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ નથી કરાયો. પરંતુ આ પ્રકારના કેસો વર્તમાન સમયમાં આ તહેવાર બાદ વધી રહ્યાં છે. જેમાં મોટી રાત સુધી યુવક યુવતીઓ ઘરથી બહાર હોય છે. અને બાદમાં તેઓ પોતાની મનમાની કરતા હોય છે.
WHO ના નવા રિપોર્ટમાં એવું પણ જણાવાયું છેકે, કયા રાજ્યોમાં કોન્ડોમનો વધુ ઉપયોગ થાય છે? રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલાની સરખામણીમાં હવે શારીરિક સંબંધો દરમિયાન કોન્ડોમનો (condom)ઉપયોગ ઓછો થઈ રહ્યો છે.
ભારતના સ્વાસ્થ્ય વિભાગ પણ લોકોને કોન્ડોમના (condom)ઉપયોગ અંગે સતત જાગૃત કરાઈ રહ્યાં છે. પરંતુ કોન્ડોમ (condom) વિશે જાગૃતિ અને શરમના અભાવને કારણે લોકો વધુ આ બાબતને ટાળી રહ્યાં છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે.
WHO ના નવા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના યુગલો સૌથી વધુ કોન્ડોમનો (condom)ઉપયોગ કરે છે. ત્યાં જાતીય સંબંધો વિશે સૌથી વધુ જાગૃતિ છે.
નેશનલ ફેમિલી હેલ્થ ડિપાર્ટમેન્ટ (2021-22) દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારતમાં દાદરા નગર હવેલી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં કોન્ડોમનો (condom)ઉપયોગ સૌથી વધુ થાય છે. એક અનુમાન મુજબ અહીં 10 હજાર કપલ્સમાંથી 993 કપલ શારિરક સંબંધો સમયે કોન્ડોમનો (condom) ઉપયોગ કરે છે. આ પછી અન્ય રાજ્યોમાં પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દરેક રાજ્યના વિવિધ વયજૂથના 10 હજાર યુગલો સાથે વાત કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશ બીજા સ્થાને છે. જ્યાં 10 હજારમાંથી 978 કપલ શારીરિક સંબંધો બાંધતી સમયે કોન્ડોમનો ઉપયોગ કરે છે. આ સાથે જ કર્ણાટકનું સ્થાન 15મું છે. જ્યાં 10 હજારમાંથી માત્ર 307 કપલ જ કોન્ડોમનો ઉપયોગ કરે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 6 ટકા લોકો એવા છે જેઓ કોન્ડોમ (condom)વિશે જાણતા નથી. માત્ર 94 ટકા લોકો કોન્ડોમ વિશે જાણે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે. યુપીની વાત કરીએ તો અહીં દર વર્ષે 5.3 કરોડ કોન્ડોમનો વપરાશ થાય છે. આ આંકડો અન્ય રાજ્યો કરતા ઘણો વધારે છે. 2024ના અંત સુધીમાં યુપીની વસ્તી 22 કરોડને વટાવી જશે. અહીંના આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં કોન્ડોમ મફતમાં વેચાય છે. પરંતુ સર્વે મુજબ હવે કોન્ડોમનો (condom)ઉપયોગ ઓછો થઈ રહ્યો છે.
10,000 યુગલોમાંથી માત્ર પુડુચેરીમાં 960, પંજાબમાં 895, ચંદીગઢમાં 822 અને હરિયાણામાં 685 જ શારિરીક સંબંધો સમયે કોન્ડોમનો(condom) ઉપયોગ કરે છે. હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514 અને ગુજરાતમાં 430 લોકો કોન્ડોમનો (condom) ઉપયોગ કરે છે. આમ ગુજરાતી છોકરાઓની કોન્ડોમ એ પહેલી પસંદ નથી. કોન્ડોમ વિના શારીરિક સંબંધો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમે અનેક પ્રકારના જાતિય રોગના શિકાર બની શકો છો. અસુરક્ષિત યૌન સંબંધો છોકરીઓ માટે પણ મુશ્કેલી પેદા કરી શકે છે. આ રિપોર્ટે ગુજરાત માટે નવી ચિંતા ઉભી કરી છે.
આ સાથે તમે એ પણ જાણી લો કે છોકરાઓ કોન્ડોમના ઉપયોગ માટે કેમ પાછળ રહે છે. આ પાછળ 3 આડઅસર પણ જવાબદાર છે. જો કે કોન્ડોમ 97% સક્સેસ રેટ આપી શકે છે, પરંતુ એક રિસર્ચનું માનવું છે કે તેનો સક્સેસ રેટ આના કરતા પણ ઓછો છે. આ એટલા માટે છે કારણ કે ઘણા લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. આવી સ્થિતિમાં કોન્ડોમ કામ કરતું નથી. જો આપણે તેની આડઅસરો વિશે વાત કરીએ..
તમે કદાચ તેના વિશે જાણતા ન હોવ, પરંતુ ઘણા લોકોને લેટેક્સથી એલર્જી હોય છે. લેટેક્સ એ પદાર્થ છે જેમાંથી વિશ્વભરમાં કોન્ડોમ બનાવવામાં આવે છે. આ એલર્જી એકદમ સામાન્ય છે અને આવા કિસ્સાઓ દરરોજ ગાયનેકોલોજિસ્ટ પાસે આવે છે. જો કે, હવે લેટેક્સ એલર્જીથી પીડિત લોકો માટે, પોલીયુરેથીન કોન્ડોમ અથવા લેમ્બ સ્કીન કોન્ડોમ (polyurethane condoms) જેવા અન્ય સામગ્રીમાંથી બનેલા કોન્ડોમ આવવા લાગ્યા છે, પરંતુ આ એકદમ મોંઘા છે અને નિયમિત કોન્ડોમની જેમ સરળતાથી મળતા નથી.
કોન્ડોમનો ઉપયોગ જાતીય સંવેદનશીલતા ઘટાડે છે. જો કે, આ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી. હજુ પણ ઘણા લોકો તેના વિશે ફરિયાદ કરે છે. જે યુગલો કોન્ડોમ સાથે અન્ય ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેઓને કોન્ડોમ થોડો બોજારૂપ લાગે છે. કેટલાક યુગલો ફરિયાદ કરે છે કે લેટેક્સ કોન્ડોમ વાસ્તવમાં જાતીય આનંદને ઘટાડી શકે છે. જેથી તેઓ કોન્ડોમનો ઉપયોગ ટાળી દેશે.
આ કદાચ કોન્ડોમની સૌથી મોટી ખામી કહેવાશે. તેલયુક્ત લુબ્રિકન્ટ જેમ કે વેસેલિન, તેલ, અમુક પ્રકારના જેલ વગેરેનો કોન્ડોમ સાથે ઉપયોગ કરી શકાતો નથી. ઘણા કિસ્સાઓમાં, સ્ત્રીઓ નેચરલ લુબ્રિકેશનનો અભાવ અનુભવે છે. આવી સ્થિતિમાં જો ઓઈલ બેસ્ડ લુબ્રિકન્ટનો ઉપયોગ કરવામાં આવે તો તે ઘર્ષણનું કારણ બની શકે છે. જેના કારણે કોન્ડોમ સ્લિપ થી શકે છે. ઉપરાંત, તે તેલને કારણે ફાટી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, કેટલીકવાર મહિલાઓ માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
કોન્ડોમ સાથે વધુ પડતા ઘર્ષણની સમસ્યા હંમેશા રહે છે. જો સંભોગ દરમિયાન ખૂબ ઘર્ષણ થાય છે, તો તે ફાટી શકે છે. એટલે પણ ઘણા યુવાનો કોન્ડોમનો ઉપયોગ ટાળી દે છે.