HAPPY BIRTHDAY KANGANA RANAUT: જાણો અથાણું અને રોટલી ખાઈને દિવસો પસાર કરતી કંગના કઈ રીતે બની ગઈ બોલીવુડની ક્વીન

Tue, 23 Mar 2021-9:37 am,

કંગનાએ એક્ટ્રેસમાંથી પ્રખર રાજકારણી બનનાર તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક 'થલૈવી'માં કામ કર્યુ છે. કંગના થલૈવી, ધાક્કડ અને તેજસ ફિલ્મમાં અભિનયના ઓજસ પાઠરતી જોવા મળશે.   

ફિલ્મી સિતારાઓ પર અવારનવાર તેની ફિલ્મો હોય કે કોફી વીથ કરણમાં કલાકારોને ગેસ્ટ તરીકે બોલાવવાની વાત હોય કંગના રણૌત બિંદાસ રીતે પોતાનો મત રજૂ કરતી આવી હતી. સુશાંતસિંહના આપઘાત બાદ કંગનાએ એક પછી વીડિયો બહાર પાડી અને સોશિયલ મીડિયામાં એક પછી એક પોસ્ટ કરી બોલિવુડના દિગ્ગજ કલાકારો અને પ્રોડ્યુસરો પર નેપોટિઝમને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યા.  ન માત્ર ત્રણેય ખાન અને કરણ જોહર પરંતું અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, આયુષ્માન ખુરાના જેવા દિગ્ગજો પણ કંગનાના દુશ્મન બન્યા છે.

કંગના રનૌતનો જન્મ 23 માર્ચ 1987ના દિવસે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સુરજપુરમાં થયો હતો. કંગનાના પિતા અમરદીપ રનૈૌત બિઝનેસમેન છે તો તેની માતા શિક્ષિકા છે. કંગના રનૌતની મોટી બહેન રંગૌલી રનૌત એસિડ અટેકનો ભોગ બની ચૂકી છે. કંગના હાલ પણ પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

કંગનાએ તેના આપેલા ઈન્ટરવ્યૂમાં મોડેલિંગ દરમિયાન કરેલા સંઘર્ષની વાત કરી હતી. કંગનાએ શરૂઆતના મોડેલિંગના દિવસોમાં રોટલી કે બ્રેડ અને અથાણુ ખાઈને પોતાનું ગુજરાન કર્યુ હતું. માતા-પિતા નારાજ હતા તેથી તે સમયે તેમના તરફથી પણ કોઈ મદદ મળી નહોંતી. કંગના રનૌતના પિતા પહેલા નહોંતા ઈચ્છતા કે તે ફિલ્મોમાં કામ કરે.

કંગના રનૌતના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ડૉકટર બને પરંતું અભ્યાસમાં ખાસ રૂચી ન હોવાના કારણે કંગના ધોરણ-12માં જ ફેલ થઈ ગઈ. કંગનાએ તે સમયે તેના માતા-પિતા સાથે મોટો ઝઘડો કર્યો અને તેમને છોડીને દિલ્લી જતી રહી. કંગના રનૌત માત્ર 16 વર્ષની ઉમરે દિલ્લી પહોંચી અને તેને મોડેલિંગની શરૂઆત કરી.

 

 

 

 

Disha Vakani એ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કેમ કહ્યું બાય-બાય? કોણ બનશે નવા દયાબેન?

કંગના જેટલા તેના પ્રેમસબંધના કારણે ચર્ચામાં રહી તેટલા જ તેના બેબાક અંદાજના કારણે કોન્ટ્રોવર્સીમાં રહી છે. કંગના રનૌત પહેલીથી ફિલ્મી સિતારાઓના સંતાનોને અપાતા વધારે મહત્વના કારણે નારાજગી વ્યકત કરતી રહી છે. 'નેપોટિઝમ'ના મુદ્દા પર કંગનાએ અવારનવાર પ્રોડ્યુસર કરણ જોહર પર નિશાન સાધ્યુ છે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ કંગના રનૌતે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી સુશાંતના આપઘાત મુદ્દે બોલિવુડમાં ચાલતા નેપોટિઝમને જવાબદાર ગણાવ્યા.  

બોલિવુડમાં મોટા ભાગની ફિલ્મી હસ્તીઓ સાથે પંગો લેનાર કંગના રનૌતનો આજે 34મો જન્મદિવસ છે. કંગના રનૌત તેના બેબાક અંદાજથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની 'ક્વીન' બની ગઈ છે.મોડેલિંગથી કારકિર્દીની શરૂ કરનાર કંગનાએ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું છે. 34 વર્ષની ઉમરમાં કંગના રનૌતે પોતાના નામ 4 નેશનલ અવોર્ડ કરી દીધા છે.ત્યારે અહીં જાણીએ એવી અભિનેત્રીના સંઘર્ષની વાર્તા જે કોન્ટ્રોવર્સીમાં રહ્યા બાદ પણ કંગના લાખો ફેન્સની છે ફેવરિટ એક્ટ્રેસ.

કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેટલા દુશ્મન ઉભા કર્યા તેની સામે તેના ફેન્સની સંખ્યામાં પણ વધારો થયો. ફેન્સને પણ કંગનાનો આખા બોલા અંદાજ ગમી ગયો.

 

કંગના રનૌત બહુ ઓછી અભિનેત્રીઓમાંથી એક છે જેને આટલી નાની ઉમરે 4 નેશનલ અવોર્ડ મળ્યા હોય. કંગનાને સૌથી પહેલા વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફેશન' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો. ત્યારબાદ ક્વીન, તનુ વેડ્સ મનુ રિટર્ન અને તાજેતરમાં જ મણિકર્ણિકા અને પંગા બંને ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ મળ્યો છે.

વર્ષ 2005માં એક કેફેમાં ડિરેકટર અનુરાગ બાસુએ કંગનાને કોફી પીતા જોઈ હતી. અનુરાગ બાસુએ ત્યા જ તેને મળીને ફિલ્મ ઓફર કરી દીધી. આ ફિલ્મ હતી ગેંગસ્ટર જે વર્ષ 2015ની હિટ થ્રિલર ફિલ્મ રહી હતી. ગેંગસ્ટર ફિલ્મથી કંગનાને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link