COVID Tongue: કોરોના દર્દીઓની જીભ પર જોવા મળ્યા અજીબ લક્ષણ, આ રીતે કરો ઓળખ
કોરોના પીડિત ઘણા લોકો હવે કોવિડ જીભ (COVID Tongue) નામની એક દુર્લભ અને અસામાન્ય લક્ષણનો સામનો કરી રહ્યાં છે. તેમાં લોકોના શરીરમાં લાળનું ઉત્પાદન બંધ થઈ રહ્યું છે. આ લાળ તમારા મોઢાને ખરાબ બેક્ટેરિયાથી બચાવે છે. તેનાથી તમારા મોઢામાં સુકાપણું અને ચિકાસ જેવું અનુભવ થી શકે છે. આ લક્ષણ વાળા લોકોને ભોજન ચાવવા અને બોલવામાં મુશ્કેલી થઈ શકે છે.
લંડનની King College ના આનુવંશિક મહામારી વિજ્ઞાનના નિષ્ણાંત પ્રોફેસર Tim Spector એ કહ્યુ કે, દુનિયામાં કોરોના સંક્રમિત પ્રત્યેક પાંચ વ્યક્તિમાંથી આ લક્ષણ ઓછો-વધુ છે. આ લક્ષણનો હજુ સત્તાવાર સમાવેશ PHE લિસ્ટમાં થયો નથી. આ લક્ષણમાં ત્વચા પર ફોલ્લીઓ થવી, કોવિડ જીભ અને મોઢામાં અલગ રીતે છાલ્લા થવા. જો તમને માથાનો દુખાવો કે થાક હોય તો કોરોનાના નવા લક્ષણ હોઈ શકે છે. તેવા લોકોએ સાવચેતીના ભાગરૂપે ઘરમાં રહેવું જોઈએ.
આ વચ્ચે ભારતમાં અત્યાર સુધી એક દિવસમાં સંક્રમણના સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1 લાખ 45 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 794 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 32 લાખને પાર પહોંચી ગઈ છે.
દેશમાં અત્યાર સુધી 1 કરોડ 19 લાખ 90 હજાર 859 લોકો કોરોનાથી સાજા થયા છે. સાથે 1 લાખ 68 હજાર 436 લોકોના મૃત્યુ આ મહામારીમાં થયા છે. કોરોના પર નિયંત્રણ લાવવા દેશમાં અનેક જગ્યાએ કર્ફ્યૂ અને લૉકડાઉન લાગૂ છે.
દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવે છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રદેશમાં લૉકડાઉન લગાવવાની તૈયારી કરી લીધી છે. આ સાથે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં નવા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યાં છે.