Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો
હકીકતમાં કેટલાક કેસમાં રસીની આડઅસર સામે આવી છે. ત્યારબાદ કોવિશીલ્ડ અને કોવેક્સીન તરફથી ફેક્ટશીટ બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કયા લોકોએ આ રસી લેવી જોઈએ નહીં.
કોવેક્સીન અને કોવિશીલ્ડ નિર્માતાઓએ ફેક્ટશીટમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને રસીના કોઈ ખાસ ઈન્ગ્રિડિયન્ટની એલર્જી હોય તો તેમણે આ રસી લેવી જોઈએ નહીં.
જો પહેલા ડોઝ બાદ રિએક્શન જોવા મળ્યું હોય અને કોરોનાનું ઘાતક સંક્રમણ અને ખુબ તાવ હોય તો આવામાં પણ પણ રસી ન મૂકાવો.
કોવેક્સીન અને કોવિશીલ્ડની ફેક્ટશીટમાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે.
બંને દવા કંપનીઓની ફેક્ટશીટમાં કહેવાયું છે કે રસી લગાવતા પહેલા તમારા હેલ્થકેર પ્રોવાઈડરને સ્વાસ્થ્ય સંબંધિત તમામ જાણકારીઓ આપો. તમારી મેડિકલ કંડિશન જણાવ્યાં બાદ જ રસી મૂકાવો. (ખાસ નોંધ- કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સક સાથે ચર્ચા કરો. ઝી ન્યૂઝ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)