Coronaનું નવુ સ્વરૂપ પહેલાની તુલનાએ 70% વધુ શક્તિશાળી, જાણો કેમ

Mon, 21 Dec 2020-5:41 pm,

કોરોનાનો નવા સ્ટ્રેન (New Covid Strain) ને સુપર સ્પ્રેડર કહેવામાં આવે છે. સાવધાનીના ભાગરૂપે તમામ દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં 31 ડિસેમ્બર સુધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. તો બ્રિટન સરકારે તમામ જાહેર આયોજનો પર પ્રતિબંધ લગાવી દીધા છે. બ્રિટનની સરકારે ક્રિસમસ (Christmas Day 2020)  પર લોકોને ભેગા થવાની ના પાડી છે. સરકારે લોકોને ઘરોમાં રહેવાનું કહ્યું છે. 

 

 

બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન પર એમ્સ દિલ્હી (AIIMS Delhi)ના કોરોના સેન્ટરના હેડ ડો રાજેશ મલ્હોત્રાએ જણાવ્યુ કે, જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી 4 હજાર મ્યૂટેટ કરી ચુક્યો છે. અત્યાર સુધી બ્રિટનને અસ્તવ્યસ્ત કરનાર સ્ટ્રેન ભારતમાં આવ્યો નથી. સાથે તે પણ જોવા મળ્યું કે બ્રિટનમાં વધતા કોરોનાના કેસનું અસલી કારણ શું ખરેખર વાયરસનો નવો સ્ટ્રેન છે કે અન્ય બીજુ. તેના પર હજુ રિસર્ચ કરવાની જરૂર છે. 

 

 

સાથે નવા સ્ટ્રેનથી વેક્સિન અસરકારક નહીં હોવાના સવાલ પર CSIRના ડાયરેક્ટર ડો શેખર માંડેનું કહેવુ છે કે વાયરસનો સ્ટ્રેન બદલવાથી વેક્સિન પર કોઈ ખાસ અસર પડશે નહીં કારણ કે કોરોના વાયરસના મ્યુટેશનને કારણે માત્ર પ્રોટીન સીક્વન્સમાં જ ફેરફારની આશા છે, જીનોમમાં નહીં. સાથે માંડે અનુસાર કોરોનાની વેક્સિન વાયરસના કોઈપણ સ્ટ્રેન પર બરાબર અસર કરશે અને સફળ રહેશે. 

 

બ્રિટનમાં નવી રીતે કોરોના સંક્રમણ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે, ભારતના લોકોએ ડરવાની જરૂર નથી. તો ભારત સરકારે પગલું ભરતા બ્રિટનથી આવનારી તમામ ફ્લાઇટો પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. 

 

 

બીજીતરફ જાણકારોનું માનવુ છે કે વાયરસનો નવો સ્ટ્રેનની શોધ 20 સપ્ટેમ્બરે દક્ષિણ ઈંગ્લેન્ડમાં થઈ હતી. વાયરસના આ નવા સ્ટ્રેનના જીનોમમાં 17 ફેરફાર જોવા મળી રહ્યાં છે, આ મોટો ફેરફાર છે જે મનુષ્યો માટે ખતરનાક છે. આ કારણે પહેલાના વાયરસના મુકાબલે 70 ટકા વધુ પ્રભાવી છે આ વાયરસ.

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link