ક્રેડિટ કાર્ડ ઉપયોગકર્તા ભૂલથી પણ ના કરતા આ 5 ભૂલો, નહીં તો પસ્તાવાનો આવશે વારો

Sun, 14 Nov 2021-12:11 pm,

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો ATMમાંથી રૂપિયા ઉપાડવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળો. દરેક ક્રેડિટ કાર્ડ કંપની તમને કાર્ડ વેચતી વખતે ચોક્કસ કહેતી હોય છે કે વપરાશકર્તા ક્રેડિટ કાર્ડની મદદથી પણ ATMમાંથી રોકડ ઉપાડી શકે છે. પરંતુ અહીં સમજવા જેવી બાબત એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો અંદાજે 30-45 દિવસનો સમય મળે છે. બીજી બાજુ, તમને રોકડ પર ચૂકવણી માટે કોઈ સમય મળતો નથી, તેના બદલે રોકડ ઉપાડ્યા પછી તરત જ તમારા ક્રેડિટ કાર્ડ પર વ્યાજ લાગવાનું શરૂ થાય છે. અહીં મહિને 2.5 થી 3.5 ટકા વ્યાજ લાગે છે. આના પર તમારે ફ્લેટ ટ્રાન્જેકશન પણ આપવું પડશે.

જો તમારા ક્રેડિટ કાર્ડથી વિદેશમાં પણ વ્યવહાર કરવાની પરવાનગી હોય તો પણ તેનાથી બચો, વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી ફોરેન કરન્સી ટ્રાન્જેકશન ફી પણ ચૂકવવી પડશે. અહીં એક્સચેન્જ (EXCHANGE RATE) માં થતા ઉતાર-ચઢાવ પણ અસર કરે છે.જો તમે વિદેશમાં રોકડનો ઉપયોગ નથી કરવા માગતા તો ક્રેડિટ કાર્ડના બદલે પ્રિપેડ કાર્ડ (PREPAID CARD) નો પણ ઉપયોગ કરી શકો છો.

ક્રેડિટકાર્ડ મળતા જ લોકો આડેધડ રીતે તેનો ઉપયોગ ચાલુ કરી દેતા હોય છે. ઘણા લોકોને એ પણ યાદ નથી રહેતું કે તેઓ પોતાની ક્રેડિટ લિમીટથી વધારે ખર્ચ ક્રેડિટ કાર્ડથી કરી રહ્યા છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડની લિમીટ કરતા વધુ ખર્ચ કરતા હશો તો કંપની તમારા પર તેનો પણ ચાર્જ લગાવશે. ઘણા ઓછા ક્રેડિટકાર્ડ ધારકોને ખબર નથી હોતી કે જો તેઓ 30 ટકાથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે તો તેમના સિબિલ સ્કોર (Cibil score) પર પણ તેનો ખરાબ અસર પડે છે.

ક્રેડિટ કાર્ડ યુઝર્સ આ બાબતથી માહિતગાર હોય છે કે બિલ ભરવામાં બે વિકલ્પ હોય છે એક ટોટલ અમાઉન્ટ ડ્યૂ અને બીજો મિનીમમ અમાઉન્ટ ડ્યૂ. મિનીમમ અમાઉન્ટ ડ્યૂ ઓછા પૈસાનો હોય છે. પરંતુ ઓછા ડ્યૂનો વિકલ્પ પસંદ કરવાનું ટાળજો. મિનીમમ અમાઉન્ટ ડ્યૂની ચુકવણી કરવાથી માત્ર તમારું કાર્ડ બ્લોક નહીં થાય અને તમે ડ્યૂ ડેટ પછી પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. પરંતુ આ વસ્તુ કરવાથી બેન્ક તરફથી તમારે વધારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. હવેથી તમે જ્યારે ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરો તો ટોટલ અમાઉન્ટ ડ્યૂનો વિકલ્પ પસંદ કરજો જેથી તમારે વધારે વ્યાજની ચૂકવણી ના કરવી પડે. ધ્યાન રાખો ક્રેડિટ કાર્ડમાં વર્ષ દરમિયાન 48 ટકા સુધી વ્યાજ લાગી શકે છે.

ઘણા ક્રેડિટ કાર્ડ યુઝર્સને બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા મળે છે. એનો અર્થ એ છે કે તેઓ તેમના ક્રેડિટ કાર્ડમાંથી કોઈપણ અન્ય ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરી શકે છે. જો કે, આ માટે યુઝરને થોડું વ્યાજ પણ ચૂકવવું પડે છે. ક્યારેક પૈસાની તંગીના સમયમાં આ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ આનો અર્થ એ નથી કે એક કાર્ડનું બિલ બીજાથી ભરવું જોઈએ, પછી બીજાનું ત્રીજું અને ત્રીજાનું ચોથું. આમ કરવાથી તમારો CIBIL સ્કોર બગડી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link