Cricketer`s Love Story: આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા DGP, ઘણી દિલસ્પર્શ છે લવસ્ટોરી
16 ફેબ્રુઆરી 1991ના દિવસે કર્ણાટકના બેંગ્લુરુંમાં જન્મેલા મયંક અગ્રવાલે સાત વર્ષ લાંબા રિલેશનશિપ બાદ વર્ષ 2018માં કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદની પુત્રી આશિતા સૂદ સાથે લગ્ન કર્યા હતા.
મયંક અગ્રવાલે ખુબ જ ફિલ્મી સ્ટાઈલમાં આશિતા સૂદને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેમણે જાન્યુઆરી 2018એ થેમ્સ નદીના કિનારે બનેલા 'લંડન આઈ' પુલ પર આકાશમાં આશિતાને રિંગ પહેરાવી હતી.
મયંક અગ્રવાલ એક જાણીતો ચહેરો બની ચૂક્યા છે. એક રિપોર્ટના મતે મયંક અગ્રવાલની કુલ સંપત્તિ લગભગ 3.5 મિલિયન ડોલર છે, જે ભારતીય મુદ્રામાં લગભગ 26 કરોડ રૂપિયા છે.
જ્યારે, આશિતા સૂદ (Aashita Sood) કર્ણાટકની રાજધાની બેંગ્લુરું (Bengaluru) ની રહેવાસી છે. આશિતા સૂદે (Aashita Sood) ક્વિન મેરી યૂનિવર્સિટી ઓફ લંડન (Queen Mary University of London) થી માસ્ટર ઓફ લોજનો અભ્યાસ કર્યો છે. મયંકની પત્ની આશિતા સૂદ વ્યવસાયે વકીલ છે.
મયંક અગ્રવાલે વર્ષ 2017ના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે અત્યાર સુધી 21 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. ટેસ્ટમાં તેમના નામે 1488 રન નોધાયેલા છે, જ્યારે તેમણે વનડેમાં 86 રન બનાવ્યા છે.