નોર્વેથી આવેલું ક્રુઝ આજથી સાબરમતી નદીમાં આંટાફેરા મારશે, Photos

Wed, 20 Jan 2021-10:27 am,

અમદાવાદના લોકો હવે આજથી અમદાવાદમાં જ ક્રૂઝની મજા માણી શકશે. જે માટે અમદાવાદમાં નોર્વેથી ખાસ ક્રૂઝ લાવવામાં આવ્યું છે. અમદાવાદમાં ક્રૂઝ સેવા માટે ગોવાથી આવેલા ક્રુઝ નિષ્ણાંત સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ક્રૂઝ ફુલ્લી એસી હશે. કોરોના વાયરસના સમયમાં તેને સેનિટાઈઝ કરાયા બાદ જ બીજીવાર ઉપયોગમાં લેવામાં આવશે. આ ક્રુઝ અનેક ખાસિયતોથી ભરેલું છે.  

આ ક્રૂઝમાં બેસવા માટે 20 મિનિટના 200 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. તેમાં એક સાથે 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સાબરમતી નદીમાં ફરનારા ક્રૂઝમાં લાઇફ જેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ક્રૂઝમાં 20 મિનિટનો એક રાઉન્ડ હશે અને પ્રતિ વ્યક્તિ રૂ.200 ટિકિટ રાખવામાં આવી છે. 12 નોટની મહત્તમ ઝડપે સાબરમતી નદીમાં ક્રુઝ ફરશે. જેથી મુસાફરો આરામથી નજારો માણી શકશે. સાથે જ મૂડ લાઇટિંગ સાથે led tv ની પણ ક્રુઝમાં વ્યવસ્થા છે. જે અદભૂત બની રહેશે.   

આ ઉપરાંત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં શરૂ થનારી ક્રૂઝમાં મૂડ લાઈટિંગ સાથે led ટીવીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી શરૂ થઈ રહેલી ક્રુઝની સવારી અમદાવાદીઓ તેની મજા મણી શકાશે. હાલના સમયમાં કોવિડ ગાઈડલાઈનના અમલ સાથે હાલ કૂલ ક્ષમતાના અડધા મુસાફરોને પ્રવેશ અપાશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link