ભારે ચેતવણી! એવું વાવાઝોડું ફૂંકાશે જે ગુજરાત સહિત 9 રાજ્યોને અસર કરશે, નવેમ્બરની નવી આગાહી

Thu, 07 Nov 2024-3:20 pm,

ચક્રવાત દાના હજી માંડ ગયું છે ત્યારે ભારતના દરિયા કાંઠે ફરી એકવાર ચક્રવાતનો ખતરો ઉઠ્યો છે. બંગાળની ખાડી ફરી તોફાની બનવાની છે. બંગાળની ખાડીમાં ફરી એકવાર વાવાઝોડું આવવાનું છે. જેને કારણે અનેક રાજ્યોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને ચક્રવાત બનશે. 12 નવેમ્બરના રોજ ચક્રવાતનો ભય છે.   

આ ચક્રવાતની ગુજરાતને તો અસર થશે, પણ સાથે સાથે હવામાન વિભાગે અનેક રાજ્યોને એલર્ટ આપ્યું છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પુડુચેરી, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુઓમાં આ ચક્રવાતની અસર જોવા મળશે. 

જો ચક્રવાતના અસરની વાત કરીએ તો અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ આવશે. સાથે જ મણિપુરના કેટલાક રાજ્યોમાં કરા પડી શકે છે. કેરળ અને આંધ્રપ્રદેશના તટે કરા સાથે વરસાદની શક્યતા છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. તેના બાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગનું મોટું અપડેટ આવી ગયુ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link