નલિયામાં વાવાઝોડાની જોવા મળી અસર, પતરા ઉડ્યા, દીવાલો પડી, વૃક્ષો ઉખડ્યા, જુઓ Photos

Fri, 16 Jun 2023-10:47 am,

અતુલ તિવારી, નલિયા: હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી  કરાઈ છે. 

આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. વાવાઝોડાએ કચ્છમાં અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જી. મોડી રાતથી અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાયો. મોડી રાતથી અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાયો. સાયક્લોન ધીમે ધીમે કચ્છ જિલ્લાથી આગળ વધી રહ્યું છે. 

જખૌ નજીક નલિયામાં ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી માહોલ બિલકુલ શાંત થઈ ચૂક્યો હતો, ત્યારબાદ છેલ્લા બે કલાકથી ફરી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 

બીપરજોય વાવાઝોડાની ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી.   

છેલ્લા બે કલાકથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની ગતિમાં સમયાંતરે વધઘટ થતી જોવા મળી રહી છે.

 વાવાઝોડાને કારણે નલિયા અને આસપાસના વિસ્તારોમાં થયું નુકસાન.

વૃક્ષો ધરાશાયી થવા, પતરા ઉડી જવા, કાચા મકાનોની દીવાલ પડી જવી, તેમજ ભુજથી નલિયા સુધીની રોડ કનેક્ટિવિટીને નુકસાન પહોંચ્યું. 

ભુજથી નલિયા તરફ આવતા માર્ગોમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link