Cyclone Tauktae: વાવાઝોડાને કારણે ગાંડોતૂર બન્યો છે દરિયો, તસવીરો જોઈને જ લાગશે ડર

Mon, 17 May 2021-1:57 pm,

તૌકતો વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાનું છે. જેને કારણે ગુજરાત સરકારે તમામ જિલ્લાઓને અલર્ટ કરી દીધાં છે. જેમ જેમ વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી રહ્યું છે તેમ તેમ દરિયામાં કરંટ વધી રહ્યો છે.

તૌકતે વાવાઝોડાને પગલે દરિયા રાજા તોફાની બન્યા છે. જેને કારણે દરિયામાં હવે ધીમે ધીમે કરંટ વધી રહ્યો છે. વાવાઝોડાની અસરને કારણે દરિયામાં પાણીના તરંગો વધારે ઝડપી બન્યાં છે.

વલસાડના દરિયા કાંઠે પણ તૌકતે વાવાઝોડાને પગલે સતર્કતા વધારી દેવામાં આવી છે. હાલમાં જ જિલ્લા કલેક્ટરે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને બચાવ કામગીરી માટેની તમામ સાધન સામગ્રી અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટૂ રાખી દીધી છે. વાવાઝોડાની આગાહી ને પગલે વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ પર છે.. જિલ્લાના 70 કિલોમીટર ના દરિયા કિનારા પર આવેલા 84 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે 

ઉનાના નવાબંદરે તમામ બોટ લાંગરી દેવાઈ છે. દરિયામાં જતા સાગર ખેડૂઓને દરિયો ન ખેડવાની કડક સુચના આપી દેવામાં આવી છે. પોલીસ કાફલો પણ દરિયા કાંઠે તૈનાત કરી દેવામાં આવ્યો છે. વાવાઝોડું તૌકતે વેરાવળ થી 620 કિમિ દૂર છે. 650 માંથી 600 બોટ નવા બંદરે, જયારે બાકીની બોટ અન્ય બંદરે લાવી દેવાઈ છે. દરિયામાં ધીમે ધીમે કરંટ વધી રહ્યો છે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડ, માંગરોળ બંદર કચેરી ખાતે અલગ અલગ સિગ્નલની વિગતવાર માહિતી પણ દર્શાવવામાં આવી છે. બદલાતા સિગ્નલ દરિયાની હિલચાલ અને પવનની દિશા, વાવાઝોડાની ગતિ અને ખતરાની નિશાનીના સંકેત આપતા હોય છે.

દરિયામાં થતી કોઈપણ હિલચાલ કે ગતિવિધી માટે અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. અલગ અલગ સિગ્નલનો અર્થ અલગ મેસેજ પાસ કરવાનો થતો હોય છે. કુલ 1 થી 12 સુધી સિગ્નલ આપવામાં આવે છે.

આ તસવીર માંગરોળ બંદર પરની છે. અહીં પણ દરિયો તોફાની જણાઈ રહ્યો છે. જેને પગલે પ્રશાસને અલર્ટ જાહેર કરી દીધું છે.

તૌકતે વાવાઝોડાને કારણે દરિયો હવે હિલોળે ચઢ્યો છે. જેને પગલે દીવના દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યાં છે. અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા દેવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

તૌકતે વાવાઝોડાને કારણે વાતાવરણ બદલાયું છે. તેને કારણે દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link