રાશિફળ 24 ફેબ્રુઆરી: ગોચર ગ્રહો આ રાશિના જાતકોના જીવનમાં મચાવશે ઉથલપાથલ, ધૈર્યથી પસાર કરો દિવસ

Wed, 24 Feb 2021-8:29 am,

મેષ- આજે ધનલાભ થઈ શકે છે. એવા કામ કરવાથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. અનેક પ્રકારના રોચક વિચારો અને યોજનાઓ આજે બની શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવારનો સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તમે ખુશ થશો. બેરોજગાર લોકો માટે સારો દિવસ કહી શકાય. 

વૃષભ- જૂના ટેન્શન દૂર તશે. પોતાના પર ધ્યાન આપશો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે. સમાજ અને પરિવાર બંને ક્ષેત્રોના કામકાજ પૂરા થઈ શકે છે. દિમાગમાં અનેક પ્રકારના વિચારો  પણ આવી શકે છે. આવક અને ખર્ચાના મામલે તમારે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. મિત્રોની મદદ મળતી રહેશે. 

મિથુન- કામકાજ સાથે જવાબદારી વધી શકે છે. આજે દિવસભર વ્યસ્તતા પણ રહેશે. બિઝનેસના કેટલાક મામલા તમે સમજદારીથી પતાવી શકો છો. મોટાભાગે સફળ પણ રહેશો. ઓફિસમાં થોડી શાંતિ રહેશે. અચાનક કોઈ કાર્યક્રમ પણ  બની શકે છે. પરેશાનીઓને પહોંચી વળવાનું પ્લાનિંગ બનશે.   

કર્ક- અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળવાના યોગ છે. પૈસાના મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યાઓમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા તમારા દિમાગમાં આવી શકે છે. અણબન જલદી ઉકેલવાની કોશિશ કરો. વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલાનો ઉકેલ આવશે.   

સિંહ- આર્થિક સ્થિતિમાં કેટલાક મોટા ફેરફાર થવાના યોગ છે. જેનાથી તમે ખુશ થશો. તમારી મહત્વકાંક્ષા વધેલી રહેશે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે. અધિકારીઓ તમારાથી ખુશ થશે. ઓફિસમાં તણાવની સ્થિતિ ખતમ થઈ શકે છે. મહેનત અને સમજદારીની સાથે તમે કેટલાક એવા કામ પતાવી શકો છો જે જોખમભર્યા છે. કોઈ મોટું ટેન્શન પણ ખતમ થઈ શકે છે. 

કન્યા- આજે તમે જે પણ કામ કરશો તેનાથી તમને કઈક ફાયદો તો થશે જ. કામકાજથી તમને પૈસા મળશે. મનમાં પૈસા અંગે અનેક વિચાર આવી શકે છે. જેના પર તરત કોઈ પગલું ભરી શકો છો. તમે દસ્તાવેજી કામ પતાવવા પર ધ્યાન આપો. કેટલાક  કાગળો તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. હરવા ફરવા માટે પણ સમય સારો રહેશે. 

તુલા- આજે તમે મજબૂતાઈ અને ધૈર્યથી કામ લેશો. દિવસભર પૈસા અંગે જ વિચારતા રહેશો. જમીન અને સંપત્તિના કામોથી ધનલાભના યોગ છે. કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારી સામે કેટલાક કામ આવી શકે છે. રોજબરોજના કામ વધુ રહેશે. થોડા સમયમાં બધુ ઠીક થઈ જશે. ધૈર્ય રાખો. ઓફિસમાં તમારી પ્રગતિ અંગે વિચાર કરશો. આગળ વધવા માટે કઈક નવું શીખવું પડશે. 

વૃશ્ચિક- કોઈ મહત્વપૂર્ણ કામ શરૂ કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. પૂરી મહેનત કરવાથી મજા આવશે. કોઈ જૂના કામને પતાવ્યા બાદ ફાયદો થશે. નવું કામ શરૂ કરવાની જગ્યાએ જૂના કામ પતાવવા પર ધ્યાન આપો. જે લોકો અપરણિત છે તેમના માટે દિવસ સારો રહેશે. 

ધનુ- નોકરી, કરિયર અને પૈસા માટે સારો દિવસ છે. નવી નોકરી કે પ્રમોશનની કોશિશમાં છો તો તમારી આ કોશિશ પૂરી થઈ શકે છે. તમારી ઉત્સુકતા ચરમસીમાએ રહેશે. આજે તમે નવા લોકોના સંપર્કમાં રહી શકો છો. કાર્યક્ષેત્રમાં અનેક લોકો તમારી સાથે સહમત થઈ શકે છે. મદદ માટે લોકો તૈયાર રહેશે. 

મકર- આજે ઓફિસ કે બિઝનેસમાં પહેલ કરવાનો સમય છે. પોતાના કામકાજમાં નવા પ્રયોગ તમારા માટે સફળ રહેશે. દિવસ તમારા માટે સારો છે. આજે તમે જે પણ વિચારશો તેમા સફળતા મળી શકે છે. અધઇકારી તમારા વખાણ કરશે. જીવનસાથી સાથે સમય વિતશે. સમજદારીથી ફાયદો થશે. રોજબરોજના કામોથી ફાયદો થઈ શકે છે. પ્રોપર્ટીના કામ પૂરા થઈ શકે છે. જૂના કામ  સમયસર પૂરા થશે. કૌટુંબિક સમસ્યાનું સમાધાન કરવાની તક છે. 

કુંભ- વિચારેલા કામો પૂરા કરવાનું શરૂ કરશો તો ફાયદો થઈ શકે છે. આજે તમે સારું મહેસૂસ કરશો. સામૂહિક અને સામાજિક કામ માટે સારો દિવસ છે. પરિવારના મોટાભાગના કામ તમારે પતાવવા પડશે. મિત્રો સાથે સમય વિતાવશો. કોઈ પ્રકારનું રોકાણ કરી શકો છો. ધનલાભ થશે. ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. ઓફિસ અને બિઝનેસમાં તમે લીધેલા નિર્ણયો ફાયદો કરાવશે.   

મીન- તમારા માટે દિવસ ખાસ રહેશે. કેટલીક નવી વાતો કે ચીજો સામે આવી શકે છે. જે તમને મોટો ફાયદો કરાવશે. કોઈ કપરી સમસ્યા ઉકેલવા માટે સારો દિવસ છે. સમજદારીથી કામ લો. કાર્યક્ષેત્રમાં ઓળખીતા લોકો મદદગાર સાબિત થશે. નવી ડીલમાં ફાયદો થઈ શકે છે. દિવસ સારો રહેશે. કોઈ બીમારી દૂર થશે. ભાગ્યના સાથથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link