રાશિફળ 9 માર્ચ: ઘરમાં સુખ શાંતિ, ધન-વૈભવ માટે આ એક મંત્રનો ખાસ કરો જાપ
મેષ- દિવસભર વ્યસ્ત રહેશો. યોગ્યતાથી ફાયદો થશે. દિવસ સારો પસાર થશે. મહેનતથી સફળતા મળશે. ગરીબ બાળકો માટે બેસનના લાડુ બનાવો.
વૃષભ- ધનના મામલે જીતશો. કામોમાં સફળતા મળશે. રોગોથી છૂટકારો મળશે. માહોલ તમારે અનુકૂળ રહેશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો.
મિથુન- આર્થિક ક્ષેત્રે ફાયદો થશે. દરેક કામ સારી રીતે પતશે. દિવસભર નવી ઉર્જાનો અહેસાસ કરશો. મનોકામના પૂર્ણ થઈ શકે છે. તુલસીમાં પાણી નાખો.
કર્ક- શુભ કામ સંપન્ન થશે. મુસાફરીમાં પરેશાની થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ થઈ શકે છે. આજે સારા કામોનું પુણ્ય મળશે. ભગવાન કૃષ્ણની પંચૌપ્ચાર પૂજા કરો. ચાખાનું આજે સેવન ન કરો.
સિંહ- સમય તમારી સાથે છે. સમયનો લાભ ઉઠાવો. કોઈ નવો સંબંધ બની શકે છે. જીવનમાં પ્રસન્નતા આવશે. કેસરયુક્ત ખીરનો ભગવાન કૃષ્ણને ભોગ લગાવો.
કન્યા- કોઈની ચાલમાં ફસાઈ શકો છો. અજાણ્યા લોકોથી સાવધાન રહો. કોઈની વાતમાં ન આવો. આજે કઈંક નવું થશે. પીળા કપડાંથી ફાયદો થશે.
તુલા- જીવનમાં ખુશીઓ આવશે. પરિવાર સાથે બહાર જશો. મન કઈક કરવા માટે પરેશાન રહેશે. ખર્ચા વધવાના યોગ છે. મંદિરમાં કેળું ચઢાવો.
વૃશ્ચિક- આજે પૈસા વધુ ખર્ચ થશે. ફાલતું ખર્ચા થશે. રોકાણ કરવાથી ફાયદો થશે. મિત્રોનો સહયોગ મળશે. ગાય કે ઘોડાને ગોળ અને ચણાની દાળ ખવડાવો.
ધનુ- કોઈ મોટી પરેશાનીથી છૂટકારો મળશે. વિચાર્યા પ્રમાણે કામ નહીં થઈ શકે. ખર્ચ તમારા કાબૂમાં નહીં રહે. તુલસી નીચે ઘીનો દીવો પ્રગટાવો.
મકર- કોઈ તમારી ફરિયાદ કરશે. પરેશાનીઓ વધી શકે છે. આજે શાંત રહેવાની કોશિશ કરો. કઈ પણ થઈ શકે છે. કેસરવાળું દૂધ ભગવાન વિષ્ણુને ચઢાવો.
કુંભ- કામનો બોજો ઓછો થશે. દિવસ તણાવ વગર પસાર થશે. દરેક કામમાં સફળતા મળશે. હળદરની ગાંઠ તમારી પાસે રાખો.
મીન- દરેક કામમાં વિજય મળશે. ખોટી સંગતમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. અભ્યાસના ક્ષેત્રે લાભ થશે. માથા પર ચંદનનો ટીકો કરો.