અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી SUVના ગુજ્જુ માલિકની મળી લાશ, સુસાઈડ કર્યું હોવાની શંકા
હિરેન મનસુખ (Hiren Mansukh) થાણેનો વેપારી અને ક્લાસિક મોટર્સની ફ્રેન્ચાઈઝી ચલાવતો હતો. તે ગુરૂવારથી ગુમ હતો અને આજે તેનો મૃતદેહ (Hiren Mansukh's Dead Body) મળી આવ્યો છે. જો કે, મૃતદેહ મળ્યો હોવાની જાણકારી મળતા નૌપાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે, આ કેસ આપઘાત (Suicide) જેવો લાગી રહ્યો છે. જો કે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (ફોટો સાભાર: સોશિયલ મીડિયા)
હિરેન મનસુખ (Hiren Mansukh) તે શખ્સ હતો, જેની સ્કોર્પિયો કારનો (Scorpio Car) ઉપયોગ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘર પાસે વિસ્ફોટક પદાર્થ (Explosives) લઇ જવા માટે કરવામાં આવ્યો હતો. આ કારમાંથી ધમકી ભર્યો પત્ર અને કેટલાક વાહનોની નંબર પ્લેટ પણ મળી આવી હતી.
સ્કોર્પિયો કારમાંથી (Scorpio Car) જિલેટિનની 20 સ્ટીક (Gelatin) મળી આવી હતી જેનો ઉપયોગ વિસફોટ કરવા માટે થયા છે અને ધમકી ભર્યો પત્ર પણ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ માત્ર ટ્રેલર છે. નીતા ભાભી (Nita Ambani), મુકેશ ભાઈ (Mukesh Ambani)... આ તો માત્ર એક ઝલક છે. આગામી વખતે આ સમાન પૂર્ણ થઈને તમારી પાસે આવશે અને તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારબાદ તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે, તે દિવસે રાત્રે 1 વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કાર (Scorpio Car) ત્યાં ઉભી હતી. ત્યાં બે વાહન ઉભા રાખવામાં આવ્યા હતા. જેમાં સ્કોર્પિયો કાર (Scorpio Car) ઉપરાંત એક ઇનોવા કાર પણ હતી. સ્કોર્પિયો કારનો ડ્રાઇવર તેને ત્યાં છોડી જતો રહ્યો હતો. શંકાસ્પદ કારની જાણકારી મળતા અંબાણીના (Mukesh Ambani House) ઘરની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
આ ઘટના બાદથી મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના ઘરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ મુંબઇ પોલીસની ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે. આ મામલે એખ કથિત સંગઠને દાવો કર્યો હતો. જો કે, હજુ સુધી આ વાતની પુષ્ટી થઈ નથી કે આ ઘટના પાછળ કોઈ સંગઠનનો હાથ છે કે નહીં. પરંતુ પોલીસ અને અન્ય એજન્સીઓએ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને તપાસ કરી રહી છે.