અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કંપારી છુટી જાય તેવો અકસ્માત! ટ્રક ડ્રાઈવરનું કેબીનમાં બેઠા બેઠા મોત

Sun, 22 Dec 2024-8:26 am,

પ્રાપ્ત માહિતી અનુસાર, એસિડ ભરેલ ટેન્કર અને ઓઈલના કેરબા ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે આ અકસ્માત સર્જાયો હતો.   

અકસ્માત થતાની સાથે જ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર બન્ને વ્યક્તિઓ ટ્રકના કેબિનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ નડિયાદની ટીમ રેસ્ક્યુ ટેન્ડર વેન અને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરને બેટરી ઓપરેટેડ હાઇડ્રોલિક સ્પેડર કટર મદદથી ટ્રકના કેબીનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ ઘટના વિશે નડિયાદ ફાયર બ્રિગેડના ફાયરમેન જયેશ પટેલે જણાવ્યુંક ે, અકસ્માતના પગલે લગભગ એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અકસ્માત થતાની સાથે જ એસિડ ભરેલ ટેન્કર લીક થયું હતું. જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક એસિડને ડાયલ્યુટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મેઈન લેન બાજુથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link