Friday Remedies: કરોડોનું કરજ પણ થશે દુર, દર શુક્રવારે કરવા આ 5 સરળ કામ
જો તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો તમારે ઘરમાં કમળના ફૂલ પર બેઠેલા માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તેનાથી ઘરમાં ધનની આવક વધે છે.
સારા સ્વાસ્થ્ય માટે તમારે દેવી લક્ષ્મીના મંદિરમાં જવું અને તેમને શંખ અર્પણ કરવો. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
ઘરની બહાર નીકળતી વખતે દેવી લક્ષ્મીને નમસ્કાર કરો. તેમના આશીર્વાદ લો અને જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે દહીં અને સાકર ખાઈને જ બહાર જાઓ.
સવારે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરો, તેનાથી કામમાં ખૂબ પ્રગતિ થશે, પગાર વધશે અને તમને જે જોઈએ છે તે મળશે. 'શ્રીં હ્રીં શ્રીં' મંત્રની રોજ ઓછામાં ઓછી એક માળા કરવી.
શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો, તેમને કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરો, તેમને ભોગમાં ખીર અર્પણ કરો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ આર્થિક સમસ્યા નહીં આવે.