`મોબાઈલમાં ખોવાયેલી` યુવતીએ વૃદ્ધ દંપત્તિ પર કાર ચડાવી દીધી, બંનેના મોત, CCTVમાં ઘટના કેદ
પોલીસના જણાવ્યાં મુજબ પીડિતની ઓળખ ડો.શાંતિ સ્વરૂપ અરોડા (72) અને તેમના પત્ની અંજના અરોડા (62) થઈ છે. ડીસીપી (દ્વારકા)ના જણાવ્યા મુજબ આરોપી મહિલા દીપાક્ષી ચૌધરી (28) હતી.
બનાવની વિગત એવી છે કે દંપત્તિ લટાર મારવા માટે બહાર નીકળ્યું હતું.
દંપત્તિ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું ત્યાં અચાનક ધીમી ગતિથી આવતી કારે પહેલા તેમને ટક્કર મારી.
દંપત્તિ રોડના કિનારે ચાલી રહ્યા હતા અને કાર તેમના પર ચડી ગઈ. તેમને કચડી નાખ્યા.
દંપત્તિને કઈ સમજવાની તક જ ન મળી. ગાડીમાં બેઠેલી યુવતીને આ દંપત્તિ દેખાયું જ નહીં અને દંપત્તિ પર કાર ચડાવી મારી
આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને તેમાં જોવા મળ્યું કે કારમાં બેઠેલી મહિલાનું ફોનમાં ધ્યાન હતું અને કાર દંપત્તિ પર ચડી ગઈ.
ગાડી દંપત્તિ પર ચડી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા. તેમને બચાવવાની કોશિશ કરવા લાગ્યા.
આરોપી યુવતી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ તે વિચારોમાં ખોવાઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી. ઓફિસરના જણાવ્યાં મુજબ તે ફોન પર વાત કરતી હતી કે નહીં તે અંગે હજુ તપાસ ચાલુ છે.
દંપત્તિ અહીં એકલા રહેતા હતા અને તેમનો પુત્ર અમેરિકામાં રહે છે. માતા પિતાના અકસ્માતે મોત થતા પુત્ર હાલ ભારત આવવા નીકળ્યો છે.
એવી પણ માહિતી મળી છે કે મૃતક દંપત્તિ અને આરોપી મહિલા એક જ એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષમાં રહેતા હતા.