PHOTOS: દિલ્હી-NCRમાં ભારે વરસાદ, ધોળે દહાડે અંધારપટ છવાયો, ટ્રાફિક જામ
ભારતીય હવામાન વિભાગે નિવેદન જાહેર કરતાં કહ્યું કે આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની ચેતાવણી આપી છે. આ સાથે જ વિભાગે કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણીના કારણે વોટર લોગિંગ થઇ ગયું છે. જેના કારણે ગાડીઓની ગતિ પર બ્રેક વાગી ગઇ છે અને ગાડીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિકજામ થયો છે. જેના કારણે લાંબી લાઇનો જોવા મળી રહી છે.
ભારે વરસાદની સાથે કાળા વાદળોના કારણે દિવસે અંધારપટ છવાઇ ગયો છે. જેના લીધે લોકોને ગાડીઓની લાઇટ ચાલુ કરવી પડી રહી છે.
આ તસવીરને જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે દિલ્હીને અડીને આવેલા ગ્રુરૂગ્રામમાં કેવી વ્યવસ્થા છે. વરસાદ શરૂ થતાં જ અહીં રસ્તા જળમગ્ન થઇ ગયા છે. પાણીનું સ્તર એટલું છે કે ઘણી ગાડીઓના ટાયર પણ તેમાં ડૂબી ગયા છે.
ગઇકાલે એટલે કે મંગળવારે પણ રાજધાનીમાં દિવસરભર વાદળો રહ્યા હતા. જ્યારે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદની પણ સૂચના મળી હતી. જેથી તાપમાનમાં ઘટાડો થયો છે. મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જોકે સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ હતું.