ચપટીમાં ફોલી શકો છો ઢગલાબંધ લસણ, એકવાર અજમાવો આ મજેદાર ટ્રિક્સ

Tue, 14 Nov 2023-8:20 pm,

લસણના ફોતરા ઉતારવામાં ઘણો સમય લાગે છે, જો ઘરમાં કોઈ ફંકશન હોય તો જેને લસણના ફોતરા ઉતારવાનું કામ આપવામાં આવે છે તે ખૂબ જ નખરા બતાવે છે. ઘણા લોકો પોતાનું કામ છોડીને ભાગી જાય છે. એવામાં આજે અમે તમને કેટલીક એવી જ રસપ્રદ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે મિનિટોમાં લસણના ફોતરા કાઢી શકો છો.

જો કોઈના ઘરમાં ઓવન હોય, તો તેણે જેટલું લસણની ફોલવું હોય એટલી કળીઓ એક પ્લેટમાં મૂકીને 1 થી 2 મિનિટ માટે શેકી દો. જલદી તમે તેને હળવાશથી શેકશો, લસણના ફોતરા પોતાની મેળે બહાર આવવા લાગશે.

જો તમારી પાસે ઓવન નથી તો કોઈ વાંધો નથી. તમારો તવો આ કામ કરી શકે છે. તમે જે તવા પર રોટલી શેકો છો તેના પર જેટલું પણ લસણ  ફોલવા માંગો છો તેની કળીઓ રાખો અને પછી પ્લેટ અથવા બાઉલથી ઢાંકી દો. થોડા સમય પછી લસણના ફોતરા અલગ થવા લાગશે. ધ્યાન રાખો કે તવાને વધુ સમય સુધી ગરમ ન કરવો જોઈએ.

જો તમે આપેલ લસણને થોડી જ સેકન્ડમાં ફોલવા માંગતા હોવ, તો લસણને છોલતા પહેલા તેને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો. લસણને ફોલવાની આ રીત આજકાલ એકદમ સામાન્ય છે. હૂંફાળા પાણીમાં પલાળેલી લસણના ફોતરા થોડી જ વારમાં પોતાની મેળે બહાર આવી જશે અને તમારે આમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી.

લસણને છાલવાની શ્રેષ્ઠ રીત એ છે કે ઉપરનો ભાગ કાપીને પછી તેને ફોલીને નિકાળી દો, તે ખૂબ જ ઝડપથી ફોતરા નિકળી જાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા લસણના ફોતરા બહુ ઓછી મહેનતે નીકળી જાય, તો તમારે લસણની ઘણી બધી કળીઓ લઈને તેને એક બંધ ડબ્બામાં નાખી દો અને થોડી સ્પેસ બચાવી રાખવી જોઇએ અને તે ડબ્બાને જોર જોરથી હલાવો. ઘણી વખત લસણની ફોતરાની પકડ ઢીલી પડી જાય છે અને તેની છાલ સરળતાથી નીકળી જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link