Photo : ધનતેરસ આ મુહૂર્ત છે સર્વશ્રેષ્ઠ, ધનલાભ થવાથી કોઈ નહિ રોકે

Mon, 29 Oct 2018-6:30 pm,

હિન્દુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસથી જ ધનની દેવી મા લક્ષ્મીની આરાધના શરૂ થાય છે. ધનતેરસને ધન ત્રયોદશી તેમજ ધન્વન્તરી ત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વન્તરીનો જન્મ થયો હતો, જે સમુદ્ર મંથન દરમિયાન પોતાની સાથે અમૃતનો કળશ તથા આર્યુવેદ લઈને પ્રકટ થયા હતા. આ કારણથી ભગવાન ધન્વન્તરીને ઔષધીના જનક પણ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીના વાસણ ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ધાતુ ખરીદવું બહુ જ શુભ મનાય છે. 

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વર્ષ ધનતેરસનો તહેવાર 5 નવેમ્બર, 2018ના રોજ ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે પૂજાનો શુભ સમય સાંજે 6 વાગીને 05 મિનીટથી લઈને રાત્રે 8 વાગીને 01 મિનીટ સુધીનો છે. એટલે કે મા લક્ષ્મીની પૂજા કુલ 1 કલાક 55 મિનીટ સુધી કરી શકાશે.

 

આ વખતે ધનતેરસ પર ખરીદારીનો સમય સવારે 7 વાગીને 7 મિનીટથી લઈને 9 વાગીને 15 મિનીટ સુધીનો છે. તો સાંજે ખરીદી કરવાનો શુભ મુહૂર્ત 05.35 વાગ્યાથી 07.30 વાગ્યા સુધીનો છે. જ્યોતિષાચાર્ય મુજબ, શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી ધન લાભ થવાની શક્યતા રહે છે.

ધનનો મતલબ સમૃદ્ધિ અને તેરસનો અર્થ તેરમો દિવસ હોય છે. વેપારીઓ માટે ધનતેરસનું ખાસ મહત્વ હોય છે. કેમ કે, ધારણા છે કે, આ દિવસે લક્ષ્મી પૂજા કરવાથી સમૃદ્ધિ, ખુશીઓ અને સફળતા મળે છે. સાથે જ તમામ લોકો માટે આ પૂજાનું ખાસ મહત્વ હોય છે. ધનતેરસના દિવસથી દિવાળી ઉજવવાની શરૂઆત થાય છે. મા લક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવે છે. લક્ષ્મીના પગના સંકેત તરીકે રંગોળીથી ઘરની અંદર નાના નાના પગના ચિન્હ બનાવવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link