ધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ જાતકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, કરિયર અને બિઝનેસમાં મળશે ખુબ લાભ
દૈત્યોના ગુરૂ શુક્ર આ સમયે વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. ધન, આકર્ષણ, માન-સન્માન, સુખ-સમૃદ્ધિ, ધન વૈભવના દાતા શુક્ર એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે અને તે શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરે છે. શુક્ર સિવાય ગ્રહોના રાજકુમાર બુધ પણ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. મહત્વનું છે કે આ સમયે બુધ તુલા રાશિમાં બિરાજમાન છે. પરંતુ ઓક્ટોબર મહિનાના અંતમાં એટલે કે ધનતેરસના દિવસે બુધ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં શુક્ર પહેલાથી બિરાજમાન છે. તેવામાં આ બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ધનતેરસના દિવસે આ યોગ કેટલાક જાતકોને ફાયદો કરાવી શકે છે. આવો જાણીએ લક્ષ્મી નારાયણ યોગથી કઈ રાશિઓને લાભ થશે.
દૃક પંચાગ અનુસાર બુધ 29 ઓક્ટોબરે રાત્રે 10 કલાક 24 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિમાં શુક્ર બિરાજમાન છે. તેવામાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ રાશિમાં સાતમાં ભાવમાં લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ ધનલાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાની સાથે અપાર ધન-સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. આ સાથે પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ મળી શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે અણબનાવ થઈ શકે છે. તેથી સાવધાન રહેવાની જરૂર છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે ધનલાભ થઈ શકે છે. તમે બચત કરવામાં પણ સફળ રહેશો. લવ લાઇફ સારી રહેવાની છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ ચોથા ભાવમાં થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. સુખ-સુવિધામાં વધારો થવાની સાથે સંપત્તિ, વાહન વગેરે ખરીદી શકો છો. કરિયરની વાત કરીએ તો નોકરીમાં નવી તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. તેવામાં તમે ખુશ જોવા મળી શકો છો. વેપારમાં પણ તમને ખુબ લાભ મળવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત રંગ લાવશે. આ સાથે તમે તમારા વિરોધીઓને ટક્કર આપી શકો છો . આર્થિક સ્થિતિ સારી રહેવાની છે.
તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થઈ શકે છે. આ સાથે ધન-ધાન્યમાં વધારો થઈ શકે છે. આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બીજા ભાવમાં બી રહ્યો છે. તમને ભાગ્યનો સાથ મળશે. વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. વિદેશ જવાનું સપનું પૂરુ થઈ શકે છે. વેપારમાં પણ ખુબ લાભ મળવાનો છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.