Diabetes: જો ઘર પર કરી લીધા આ 5 કામ, તો થોડા દિવસમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસ
ડાયાબિટીસને કંટ્રોલ કરવી ખુબ જરૂરી છે. બાકી કે લિવર અને કિડની બંનેને ખરાબ કરી શકે છે.
આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, જેને ફોલો કરી તમે સુગર લેવલને નોર્મલ કરી શકો છો.
તો આવો જાણીએ આ 5 ટિપ્સ જે તમારૂ સુગર લેવલ એકમદ કંટ્રોલ કરી દેશે.
દિવસમાં ઓછામાં ઓછું અડધો કલાક ચાલવાનું રાખો. તમને તેનાથી ઘણો લાભ મળશે.
તમારા ડાયટમાં લીલા શાકભાજી સામેલ કરો. તેમાં મળનાર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબર સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે.
ભોજનની 15 મિનિટ પહેલા એક પ્લેટ સલાડનું સેવન કરો. તેનાથી તમારૂ સુગર લેવલ ઝડપથી સ્પાઇક થશે નહીં.
ડાયટમાં મખાનાને સામેલ કરો. તેને શેકીને ખાવો, જેનાથી તમારૂ સુગર લેવલ મેન્ટેન રહેશે.
યોગ્ય માત્રામાં ઊંઘ લો. નીંદર પૂરુ ન થાય તો સ્ટ્રેસ લેવલ વધે છે અને સુગર લેવલ વધે છે.
આ જાણકારી ડોક્ટર રિચા શર્મા પાસેથી લેવામાં આવી છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો ડોક્ટરની સલાહ બાદ તમારા ડાયટમાં ફેરફાર કરો.