ડાયાબિટીસના દર્દીઓને નિયમિત પીવા જોઇએ આ 3 પ્રકારના લિક્વિડ, બ્લડ સુગર રહેશે કાબૂમાં
ભારતમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આના માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે, જેમાં આનુવંશિક, પર્યાવરણીય અને જીવનશૈલીમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે.
તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા અથવા અટકાવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. કેટલીક એવી જડીબુટ્ટીઓ છે જેનાં પીણાં સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
મેથીમાં દ્રાવ્ય રેસા હોય છે, જેમાં ગ્લુકોમેનન ફાઇબરનો સમાવેશ થાય છે, જે ગ્લુકોઝના શોષણમાં વિલંબ કરે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે મેથીનું પાણી નિયમિત પીવું જોઈએ.
ગિલોયમાં એક આલ્કલોઇડ સંયોજનો બેરબેરીન છે. તે બ્લડ શુગર લેવલ ઘટાડે છે. બર્બેરીન ડાયાબિટીસની દવા મેટફોર્મિનની જેમ જ કામ કરે છે.
તજમાં ગ્લાયકોજેન સંશ્લેષણ પ્રવૃત્તિને અસર કરીને ગ્લાયકોજેનનો સંગ્રહ વધારે છે. તેના તત્વો લોહીમાં શર્કરાનું સ્તર જાળવી રાખવા માટે ઇન્સ્યુલિનનું કામ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)